- રાજકોટમાં શિવરાત્રી’ નિમિત્તેનોનવેજના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો
- નોનવેજના વેચાણ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતુ
- નોનવેજ વેચાણ અંગેના જાહેરનામાનો ભંગ થતા પોલીસ કાર્યવાહી કરવામાં આવી
રાજકોટઃરાજકોટ મહાનગરપાલિકા દ્વારા 11 માર્ચના રોજ ‘મહા શિવરાત્રી’ નિમિત્તે શહેરના તમામ કતલખાનાઓ બંધ રાખવા તેમજ માસ, મટન, મચ્છી અને નોનવેજનું વેચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જે જાહેરનામાનો ભંગ કરીને શહેરના એક વેપારી દ્વારા ઘરે નોનવેજ-બિરયાની-નોનવેજ બનાવી ઝોમટોની મદદ વડે ગ્રાહકને ડીલીવર કરવામાં આવ્યુ હતું. જે અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તે વેપારીને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની પોલીસ FRIની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.