ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં વધી રહી છે ગુનાખોરી, પોલીસ ચોકીમાં જ પોલીસ જવાનના કપડા ફાડાયા - gujarati news

રાજકોટઃ આજીડેમ વિસ્તારમાં બે દિવસ પૂર્વે રાત્રીના અંદાજિત 100 લોકોનું ટોળું ધસી આવ્યું હતું. તેમજ ટોળાં દ્વારા આજીડેમ પોલીસ મથકના પોલીસ કર્મીઓ સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતુ અને એક પોલીસ કર્મીના કપડા ફાડી અપશબ્દોનો ઉપયોગ કરાયો હતો. આ સમગ્ર મામલે રવિવારે પોલીસે મનપાના વોર્ડ નંબર 18ના મહિલા કોર્પોરેટર મેનાબેન જાદવ સહિત અન્ય 37 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

સ્પોટ ફોટો

By

Published : Apr 28, 2019, 9:13 PM IST

રાજકોટના આજીડેમ વિસ્તારમાં બે દિવસ પૂર્વે એક યુવતીમાં અપહરણ મામલે100 લોકોનું ટોળું પોલીસ મથકે ઘસી આવ્યું હતું. જેમાં વોર્ડ નંબર 18ના મહિલા કોર્પોરેટર મેનાબેન જાદવ પણ હતા. આ ટોળાંએ આજીડેમ મથકે રહેલા પોલીસ કર્મીઓ સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું. જ્યારે એક પોલીસ જવાનના કપડાં ફાળી નાખવાની ઘટના સર્જાઈ હતી.

મહિલા કોર્પોરેટર સહિત 37 લોકો વિરૂદ્ધ ગુનો

જો કે પોલીસે પણ ટોળાંને વિખેરવા હળવો લાઠીચાર્જ કર્યો હતો અને મામલો શાંત પાડયો હતો. આ સમગ્ર મામલે રવિવારે વોર્ડ નંબર 18 મહિલા કોર્પોરેટર સહિત 37 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details