ગુજરાત

gujarat

ETV Bharat / city

છઠ પૂજા: રાજકોટ આજી ડેમ ખાતે પોલીસ બંદોબસ્ત, મોટી સંખ્યામાં લોકો ઉમટે તેવી શક્યતા - રાજકોટ છઠ પૂજા

આ વખતે કોરોના કેસો (Corona Cases) ઓછા છે અને સરકારે પણ તહેવારોને જોતા છૂટછાટો આપી છે, ત્યારે આ વખતે છઠ પૂજા (Chhath Puja)ના દિવસે રાજકોટમાં આજી ડેમ (Aji Dam) ખાતે મોટી સંખ્યામાં પરપ્રાંતીઓ ઉમટે તેવી શક્યતા છે. આને જોતા પોલીસે અહીં ખાસ બંદોબસ્ત ગોઠવ્યો છે.

છઠ પૂજા: રાજકોટ આજી ડેમ ખાતે વિશેષ પોલીસ બંદોબસ્ત
છઠ પૂજા: રાજકોટ આજી ડેમ ખાતે વિશેષ પોલીસ બંદોબસ્ત

By

Published : Nov 8, 2021, 5:38 PM IST

  • છઠ પૂજાના દિવસે આજી ડેમ પર પોલીસનો ખાસ બંદોબદસ્ત
  • પરપ્રાંતીઓ આજી ડેમ ખાતે વિશેષ પૂજા કરશે
  • આ વર્ષે મોટી સંખ્યામાં લોકો ઉમટશે તેવી શક્યતા

રાજકોટ: દિવાળીના તહેવાર દરમિયાન છઠ પૂજા (Chhath Puja)નું વિશેષ મહત્વ હોય છે. ત્યારે મોટાભાગના પરપ્રાંતીઓ દ્વારા છઠ પૂજા નિમિત્તે રાજકોટની આજી નદી (Rajkot Aji River)ખાતે વિશેષ પૂજા કરવામાં આવતી હોય છે. મોટી સંખ્યામાં અહીં પરપ્રાંતિય લોકો એકઠા થઈને નદી કિનારે ધાર્મિક પરંપરા મુજબ પૂજા કરતા હોય છે. આ વર્ષે પણ રાજકોટમાં મોટી સંખ્યામાં રહેતા પરપ્રાંતીઓ દ્વારા છઠ પૂજાના દિવસે આજી ડેમ ખાતે વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવશે, જેના આગમચેતીના ભાગરૂપે રાજકોટ આજી ડેમ પોલીસ દ્વારા વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવશે

કાર્યક્રમ દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવશે. રાજકોટની આજી વસાહત, GIDC મેટોડા, શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીઝ એરિયામાં મોટાભાગે મજૂર તરીકે પરપ્રાંતીય લોકો કામ કરે છે. જેઓ વર્ષોથી રાજકોટમાં જ વસે છે. છઠપૂજાના દિવસે આ તમામ પરપ્રાંતીઓ પોતાના પરિવાર સાથે રાજકોટની આજી નદીના કિનારે વિશેષ પૂજા-અર્ચના કરવા માટે જતા હોય છે.

દર વર્ષે પરપ્રાંતીય લોકો વિશેષ પૂજા કરે છે

છેલ્લા દોઢ વર્ષથી કોરોનાના કારણે આ પ્રકારની ઉજવણી કોઈ તહેવારમાં થઇ નહોતી, પરંતુ કોરોનાના કેસ ઓછા હોવાના કારણે આ વર્ષે આજી નદી ખાતે મોટી સંખ્યામાં પરપ્રાંતીય પરિવારો છઠ પૂજા માટે ઉમટશે, જેને લઇને રાજકોટ પોલીસ દ્વારા પણ અગમચેતીના ભાગરૂપે વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. રાજકોટની આજી નદી ખાતે મોટી સંખ્યામાં દર વર્ષે છઠપૂજાના દિવસે પરપ્રાંતીય પરિવારો વિશેષ પૂજા અર્ચના કરતા હોય છે.

કોરોનાના કેસ ઓછા હોવાથી આ વખતે મોટી સંખ્યામાં લોકો છઠ પૂજા માટે ઉમટશે

ચાલું વર્ષે કોરોનાના કેસ ઓછા હોવાના કારણે પરપ્રાંતીઓ છઠ પૂજા કરવા માટે આજી નદી ખાતે મોટી સંખ્યામાં એકઠા થશે તેવી પણ ધારણા છે. ત્યારે રાજકોટ આજીડેમ પોલીસ મથકના PI વીજે ચાવડાએ Etv Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હજુ સુધી છઠ પૂજા માટે કોઈપણ પ્રકારની પોલીસ મથકમાં અરજી આવી નથી, પરંતુ છઠ પૂજાને લઈને રાજકોટ આજીડેમ નદી ખાતે વિશેષ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે. આજી નદી ખાતે દર વર્ષે મોટાભાગના લોકો પૂજા માટે આવતા હોય છે જેને લઇને આ વ્યવસ્થા જાળવવામાં આવશે.

આ પણ વાંચો: દેશમાં સૌપ્રથમ વખત નરેશ-મહેશને મરણોપરાંત પદ્મશ્રી એવોર્ડ, બેલડીએ દુનિયા પણ સાથે છોડી...

આ પણ વાંચો: અમદાવાદ રેલવેએ ટિકિટ વગરના 26,962 મુસાફરો પાસેથી દંડ વસુલ્યો, કરી આટલી કમાણી

ABOUT THE AUTHOR

...view details