રાજકોટમાં દિવાળીની રાત્રે જંગલેશ્વર વિસ્તારમાં એક અજાણ્યા ઈસમ દ્વારા બે પરપ્રાંતિય યુવાનો પર ફાયરિંગની ઘટના સામે આવી હતી. જે મામલે શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. દિવાળી જેવા તહેવાર દરમિયાન શહેરમાં ફાયરિંગની ઘટના સામે આવતા પોલીસ તંત્રએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં આરોપીની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે.
રાજકોટમાં નજીવી બાબતે થયેલા ફાયરિંગમાં આરોપીની ધરપકડ - ફાયરિંગ
રાજકોટ: શહેરમાં દિવાળીના દિવસે ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે ફાયરિંગ થયાની ઘટના સામે આવી હતી. દિવાળી જેવા તહેવાર દરમિયાન ફાયરિંગની ઘટના બનતા પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે. રાજકોટ પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીની ધરપકડ કરી હતી.
આરોપી
પોલીસ તંત્રના જણાવ્યાં અનુસાર, પોલીસે આરોપીની ધરપકડ તેના કપડાં અને ફુટેલ કાર્તુસના આધારે કરી છે. નિતેશ બચુભાઈ ખૂંટ નામના આરોપીએ દિવાળીની રાત્રે ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતને લઇને 5થી 6 લોકો સાથે બોલાચાલી કરી હતી. જેને લઇને આરોપી નિતેશે પરપ્રાંતિય યુવાનો પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.