રાજકોટ અમદાવાદ હાઇવે પરથી એક શખ્સને પોલીસે કોકેન નામના ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો
કોકેન સાથે ઝડપાયેલો શખ્સ મૂળ પંજાબનો છે
શખ્સ પાસેથી અંદાજીત 4.1 ગ્રામ કોકેન મળી આવ્યું
રાજકોટ અમદાવાદ હાઇવે પરથી એક શખ્સને પોલીસે કોકેન નામના ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો
કોકેન સાથે ઝડપાયેલો શખ્સ મૂળ પંજાબનો છે
શખ્સ પાસેથી અંદાજીત 4.1 ગ્રામ કોકેન મળી આવ્યું
રાજકોટ: એરપોર્ટ પોલીસને વધુ એક સફળતા મળી છે. જેમાંથી રાજકોટ- અમદાવાદ હાઇવે પરથી એક શખ્સને પોલીસે કોકેન નામના ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે. કોકેન સાથે ઝડપાયેલ શખ્સ મૂળ પંજાબનો છે તેમજ રાજકોટ પોલીસે ઇન્ટરનેશનલ એન્ટી ડ્રગ્સ ડે નિમિતે યોજેલી ડ્રાઇવ દરમિયાન ઝડપી પાડ્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ શખ્સ ડ્રગ્સ દિલ્હી ખાતેથી પોતાના માટે લાવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ પોલીસ દ્વારા તેની ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
શખ્સ પાસેથી મળી આવ્યું 4.1 ગ્રામ કોકેન
રાજકોટ એરપોર્ટ પોલીસ શહેરની ભાગોળે આવેલા બામણબોર નજીક પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન અહીં રાજકોટ અમદાવાદ હાઇવે પરથી પસાર થઈ રહેલી પંજાબ પાસિંગની કારને રોકી તેની તપાસ કરતા ગુરલાલસિંઘ કુલવંતસિંઘ ધીલોન નામના શખ્સ પાસેથી એક પડીકી મળી આવી હતી. જેમાં કોકેન નામનું ડ્રગ્સ હોવાનું સામે આવ્યું છે. શખ્સ પાસેથી અંદાજિત 4.1 ગ્રામ કોકેન મળી આવ્યું હતું. જેને લઈને રાજકોટ એરપોર્ટ પોલીસે તાત્કાલિક તેની અટકાયત કરી હતી.
ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય કિંમત રૂપિયા 32,800
રાજકોટ પોલીસે જે ડ્રગ્સ ઝડપી પાડ્યું છે, તે ડ્રગ્સની માત્ર 4.1 ગ્રામની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 32,800ની માનવામાં આવી રહી છે. જ્યારે પોલીસે શખ્સની ધરપકડ સાથે કાર મોબાઈલ સહિતની વસ્તુઓ પણ કબ્જે કરી છે. જ્યારે રાજકોટમાં ઇન્ટરનેશનલ એન્ટી ડ્રગ્સ ડે દરમિયાન એક શખ્સ ડ્રગ્સ સાથે ઝડપતા શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે. હાલ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
15 દિવસ અગાઉ જ ગુજરાત આવ્યો હતો શખ્સ
એરપોર્ટ પોલીસ દ્વારા ડ્રગ્સ સાથે ઝડપાયેલા શખ્સની વધુ પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, તે હજુ 15 દિવસ અગાઉ જ ગુજરાતમાં આવ્યો છે અને અહીં અમદાવાદ હાઇવે ઓર ઢાબા ભાડે રાખીને રહી રહ્યો છે. જ્યારે કોકેન તે પોતાના માટે લાવ્યો હોવાની પણ પોલીસને શખ્સ એ કબૂલાત આપી હોવાંનુ પ્રાથમિક માહિતીમાં સામે આવી રહ્યું છે. જ્યારે રાજકોટ પોલીસે આ શખ્સની ધરપકડ કરી દિલ્હીમાંથી કોની પાસેથી લાવ્યો છે અથવા અહીં કોને કોને આ ડ્રગ્સ તેને આપ્યું છે તે દિશામાં પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.