રાજકોટ: ગોંડલના ચોરડી દરવાજા ચોક પાસે રહેતો યુવાન અને તેની સગીર વયની પ્રેમિકા સાથે બપોરના 12 કલાકે એકાંતમાં વાતચીત કરવા ઉમરાળા રોડ, વિરાન-વિડીની જગ્યા પાસે પહોંચ્યા હતા. આ દરમિયાન ભૂખ્યા વરુ સમાન ત્રણ વ્યક્તિઓ સ્પ્લેન્ડર મોટર સાયકલ પર પ્રેમી-પંખીડાઓ પાસે પહોંચ્યા હતા. કંઈ સમજે તે પહેલાં ત્રણે ભૂખ્યા વરુ સમાન પ્રેમી યુવક સાથે મારઝૂડ કરી છરી (Rajkot Crime Case) બતાવીને યુવકને ગોંધી લીધો હતો. બાદમાં સગીરાને 300 મીટર દૂર ઢસડીને તેની જ ઓઢણી પાથરી વારાફરતી દુષ્કર્મ આચર્યું હોવાની એક ઘટના સામે આવી છે. આ બનાવના પગલે પ્રેમી-પંખીડા સ્તબ્ધ થઇ ગયા હતા.
ઉમરાળામાં એકાંતમાં બેઠેલા પ્રેમી-પંખીડા પર ત્રણ નરાધમોની નજર પોલીસ ફરિયાદ માટે ડર - 15 વર્ષની તરૂણી પર આ ત્રણ નરાધમે (Mass Rap Case) દુષ્કર્મ આચર્યું હોવા છતાં સમાજમાં આબરૂ, બદનામી થશે તેવા ડરથી તરૂણી અને તેમનો પરિવાર પોલીસ ફરિયાદ કરવા માંગતો ન હતો. જોકે, આ ત્રણ નરાધમોએ અગાઉ પણ આવું કૃત્ય (Gondal Rap Case) કર્યું છે કે કેમ ? અન્ય કોઈ યુવતીની જિંદગી બરબાદ કરી છે કે કેમ ? તે સહિતની વિગતો બહાર આવે અને આગામી દિવસોમાં આવી ઘટના ન બને તે માટે પોલીસ (Umrada Village Rape Case) ફરિયાદ કરવી જરૂરી હોવાનું જણાવતા અંતે તરૂણી પોલીસ ફરિયાદ કરવા સહમત થઈ હતી.
આ પણ વાંચો :ગોંડલમાં લગ્નની લાલચ આપી સગીરા પર દુષ્કર્મ આચરનાર હવસખોરને 20 વર્ષની સજા
ક્રાઈમ બચાવવા પોલીસની અપીલ - પોલીસે આ તકે જાહેરાત પણ કરી છે કે અન્ય (Raped Girl In Umrala) કોઈ યુવતીઓ પર ત્રણ શખ્સનો ભોગ બની હોય તો તેને પોલીસને વિગતો આપવા જણાવવામાં આવ્યું છે, ત્યારે તમામના નામ ગુપ્ત રાખવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે. આ બાબતે પોલીસને શંકા છે કે, તરૂણી સાથે દુષ્કર્મ આચરનાર ત્રણેય શખ્સોએ પ્રથમ વખત આ કૃત્ય ન કરતા અગાઉ પણ કેટલીક નિર્દોષ યુવતીઓ (Umrala Rap Case) સાથે અધમ કૃત્ય કર્યું હોવું જોઈએ. આથી જ ભોગ બનનારને આગળ આવવા અપીલ કરી છે.
આ પણ વાંચો :પિતા પુત્રીના સંબંધને લાંછન લગાવતો કિસ્સો, સાવકા પિતા-ફૂઆએ પુત્રી પર દુષ્કર્મ ગુજાર્યુ
પ્રેમી પંખીડા માટે પાઠ -આ ઘટનાથી ગભરાયેલા યુવકે હિંમત ન હારી ગોંડલ સિટી પોલીસના ડી-સ્ટાફને જાણ કરી હતી. જેના પગલે ગોંડલ સિટી PI મહેશ સંગાડા, શક્તિસિંહ જાડેજા, અમરદીપ સિંહ જાડેજા, જયદીપસિંહ ચૌહાણ સહિતના પોલીસ કર્મચારીઓએ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને ત્રણેય શખ્સોને ઉમરાળા રોડ પાસેથી જ ઝડપી લઈ પોલીસ મથકે લાવી (Crime Case in Gondal) કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, ઉમરાળા રોડ પર દિવસ દરમિયાન લોકોની અવરજવર ઓછી રહેતી હોય છે, ત્યારે અહિયાં પ્રેમી પંખીડાઓ માટે એકાંતમાં મળવાનું સ્થળ બની ગયું છે. પરંતુ, ક્યારેક આવી રીતે પ્રેમી પંખીડાઓ ભૂખ્યા વરુઓની નજર પડી જાય તો કેટલી મોટી દુર્ઘટના બની શકે તે હાલ આ કિસ્સામાંથી બોધપાઠ લેવો જરૂરી છે.