રાજકોટ : રાજકોટના કોઠારિયા રોડ પર આવેલા મારૂતિનગરમાં સંબંધોને શર્મસાર (Rajkot Murder Case) કરતી ઘટના સામે આવી છે. જેમાં પિતાની સાવકી માતા સાથે મળીને સગીર વયના સગા પુત્રએ પિતાને જીવતા સળગાવી નાખ્યા હતા. બાદમાં ત્રણ અજાણ્યા શખ્સો દ્વારા આગ લગાવી નાસી છૂટ્યાની ઘટના બની હતી. જો કે પોલીસ તપાસ દરમિયાન સમગ્ર કાવતરાનો પર્દાફાશ થતા બન્ને સકંજામાં (Rajkot Crime Case) લઈ વધુ તપાસ હાથ ધરી છે.
સાવકી માતાનો પુત્રએ ખોળો ખુદ્યો - મળતી માહિતી મુજબ રાજકોટના મારૂતિનગરમાં રહેતા 48 વર્ષીય રાકેશ અધિયારૂને અજાણ્યા ત્રણ શખ્સોએ ઘરમાં ઘૂસી નિંદ્રાધીન હાલતમાં આગ લગાવી હતી. આ ઘટનાની જાણ ભક્તિનગર પોલીસ તેમજ ક્રાઇમ બ્રાંચને થતાં (Rajkot Son Killed Father) કાફલો દોડી ગયો હતો. જે બાદ પોલીસે સળગેલા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. સમગ્ર ઘટનામાં પોલીસની પ્રાથમિક તપાસમાં રાકેશ અધિયારૂને દારૂ પીને ઝઘડો કરવાની ટેવથી કંટાળી તેના સગીર વયના પુત્રએ સાવકી માતા સાથે મળી સળગાવ્યા હોવાનું સામે આવ્યું હતું.
રાજકોટમાં સાવકી માતા સાથે પુત્ર મળીને પિતાની હત્યા કરી આ પણ વાંચો :એક તરફી 'લવ' બાદ મળ્યું 'મોત'!
હત્યા પાછળનું કારણ : રાકેશ અધિયારૂના અગાઉ લગ્ન થયા હતા અને લગ્નજીવન દરમિયાન તેને સંતાનમાં બે પુત્રની પ્રાપ્તિ થઇ હતી. જે બાદ વર્ષ 2006માં રાકેશનો પરિચય આશા નામની મહિલા સાથે થયો હતો. બાદમાં બન્ને લીવ ઇનમાં સાથે રહેવા લાગ્યા હતા. જેમાં બન્નેની સાથે રાકેશનો એક પુત્ર પણ રહેતો હતો. પરંતુ રાકેશ દારૂનો નશો કરી વારંવાર ઘરમાં માથાકૂટ કરતો અને આશા સહિત તેના પુત્ર સાથે પણ મારકૂટ કરતો હતો. જેમાં ગત શુક્રવારે બપોરે રાકેશે નશાની હાલતમાં ઘરે આવી આશા તેમજ પુત્ર સાથે ઝઘડો કરતા બન્નેએ રાકેશની હત્યાનો પ્લાન ઘડ્યો હતો.
આ પણ વાંચો :માતાએ કાળજુ કંપાવી નાખે તેવી ઘટનાને આપ્યો અંજામ, જાણીને ચોંકી જશો...
બન્નેએ ફિલ્મી ઢબે ઘડ્યો પ્લાન - રાકેશ સૂતો હતો ત્યારે ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. બાદમાં પુત્રએ તેના પર કેરોસીન નાખતા રાકેશ નિદ્રામાંથી જાગી ગયો. તેણે પુત્રના હાથમાં બચકું ભરી લીધું હતું. જેને પગલે ઉશ્કેરાયેલા પુત્રએ નજીકમાં પડેલો દસ્તો ઉઠાવી પિતા રાકેશના માથામાં મારી દઇ તેને બેભાન કરી દીધો હતો. તે સમયે સાવકી માતા આશા સાથે મળી આગ ચાંપી દેતા થોડી જ ક્ષણોમાં રાકેશ ભડથું (Mother Son Killed Father) થઇ ગયો હતો. જો કે હત્યાનો આરોપી પોતાના પર આવે ન આવે તે માટે રાકેશના પુત્રે આશાને દોરડાથી બાંધી દીધી હતી અને થોડીવાર બાદ ઘરની બહાર નીકળી પિતાને ઘરમાં ઘૂસી ત્રણ અજાણ્યા શખ્સો સળગાવી ગયાની બૂમો પાડતા પાડોશીઓ દોડી ગયા હતા. પરંતુ પોલીસની પોપટ (Rajkot Police Crime Case) તપાસ બાદ અલગ સુરનો પર્દાફાશ સામે આવ્યો.