- મહંત સાધુ જયરામદાસ ગુરૂપ્રેમદાસના મૃત્યુ બાબતે SITની રચના
- પોલીસ દ્વારા 4 ટીમોની રચના કરવામાં આવી
- CCTVની આધારે કરવામાં આવી રહી છે તપાસ
રાજકોટ: મોરબી હાઇવે પર આવેલા કાગદડીના શ્રી ખોડિયારધામ આશ્રમના મહંત સાધુ જયરામદાસ ગુરૂપ્રેમદાસના મૃત્યનું રહસ્ય અંતે પોલીસ દ્વારા ઉકેલવામાં આવ્યું છે. મહંતને આપઘાત માટે મજબૂર કરનારાઓને શોધવા પોલીસે 4 ટીમ બનાવી હતી. 2 ટીમ ક્રાઇમ બ્રાન્ચની અને અન્ય 2 ટીમ સ્થાનિક પોલીસ મથકની મદદ લઇ અને FSL ની મદદથી મહંતે જે રૂમમાં દવા પીધી હતી તેમાં ઉલ્ટીના ડાઘ , જે ગોદડા પર હતાં તેના નમુના તેમજ અસ્થિઓ ના નમુના લેવાયામા આવ્યા હતા.અને તપાસ શરૂ કરી છે..
આત્મહત્યા બાબતે SITની રચના
રાજકોટ મહંત આત્મહત્યા મામલે SITની આ મામલે રચના કરવામાં આવી છે. FSLની ટીમે પણ ફોરેન્સિક તપાસ શરૂ કરવામાં આવી છે. કેમિકલ અને ઝેર અંગે પણ તપાસ થશે. આપઘાત નોટમાં બાપુના હેન્ડ રાઇટિંગનું મિલાન પણ કરવામાં આવશે. મહંતના અસ્તિ પણ કબજે કરવામાં આવી છે. CCTV અને અન્ય વિડિઓ પોલીસે કબજે કર્યા છે.
મહંત સાધુ જયરામદાસ ગુરૂપ્રેમદાસના મૃત્યનું રહસ્ય ઉકેલવામાં લાગી પોલીસ આ પણ વાંચો : રાજકોટ જિલ્લામાં તાંડવ વેબ સિરીઝ સામે વિરોધ, સાધુ સમાજનું આવેદનપત્ર
ટ્રસ્ટીઓની ભૂમિકા અંગે પણ તપાસ
30 તારીખના રોજ વિક્રમ એક લાકડું લઈને જઈ રહ્યો છે અને તે ગુસ્સામાં જઈ રહયો છે તેવા દ્રશ્ય પણ જોવા મળ્યાં હતાં. વિક્રમ સાથે અન્ય વ્યક્તિઓની પણ તપાસ કરવામાં આવશે. ટ્રસ્ટીઓની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવશે. મહંતના આપઘાત અંગે કેટલાક ટ્રસ્ટીઓ જાણતા હોવાની શંકા સેવાઈ રહી છે. ગાય માટેના દવા માંથી મહંત રાત્રીના કોઈ દવા લઈને પોતાના રૂમમાં આવે છે. 30મી એ બપોરે મારામારી થઈ હોવાનું CCTVમાં સ્પષ્ટ દેખાય છે. ત્યારે સમગ્ર મામલે મહિલાઓની ઓળખ થઈ છે.
આ પણ વાંચો : મહેસાણામાં દેહ ત્યાગનો દાવો કરનાર મહંત ઢોંગી બાબા નીકળ્યો
CCTV કેમેરા કબ્જે કરી પોલીસે તપાસ હાથ ધરી
સમગ્ર મામલે ડીસીપી ઝોન 1 પ્રવીણકુમાર મીણાની પત્રકાર પરિષદ યોજી વધુમાં જણાવ્યું હતું કે.ખોડીયાર આશ્રમમાં ઘણા વર્ષોથી રહેતા મહંતનો એક મહિલા સાથેનો વિડીયો ઉતારી લઇ તેની ક્લિપને આધારે તેમને બ્લેકમેઇલ કરવામાં આવી રહ્યાનું પણ ખુલ્યું છે .CCTVમાં વિક્રમ ભરવાડ સ્પષ્ટ દેખાય છે અને હાથમાં લાકડું લહી જતો હોય તેવા દ્રશ્ય કેદ થયા હતા.જ્યારે સમગ્ર મામલે CCTV અને મહંતે જે રૂમમાં દવા પીધી હતી તેમાં ઉલ્ટીના ડાઘ , જે ગોદડા પર હતાં તેના નમુના તેમજ અસ્થિઓના નમુના લેવાયામા આવ્યા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.