- રાજકોટમાં નહીં યોજાઈ શકે 31 ડીસેમ્બરની નાઈટ પાર્ટીઝ
- રાજકોટમાં રાત્રી કરફ્યૂને લઇને કડક અમલ થશે
- રાજકોટ પોલીસ કમિશનરે કરી જાહેરાત
- 31stના તહેવાર ઉજવણીની મંજૂરી નહીં
રાજકોટઃ રાજકોટમાં દર વર્ષે 31stના તહેવારની વિશેષ ઉજવણી કરવામાં આવતી હોય છે. શહેરના અલગ-અલગ પાર્ટીપ્લોટમાં ડિસ્કો પાર્ટીનું આયોજન કરીને નવા વર્ષની વધાવામાં આવતું હોય છે. પરંતુ ચાલુ વર્ષે કોરોનાની મહામારીને લઈને રાજકોટ શહેરમાં રાત્રી કરફ્યૂ છે. જે રાતના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રહે છે. જેને લઈને આ વર્ષે 31stની ઉજવણી રાજકોટમાં થઈ શકશે નહીં. જ્યારે પોલીસ દ્વારા પણ આવી ઉજવણીની કોઈ મંજૂરી આપવામાં આવશે નહી.રાજકોટમાં નહીં યોજાઈ શકે 31 ડીસેમ્બરની નાઈટ પાર્ટીઝ
- CCTV કેમેરાથી માસ્ક ન પહેરનાર સામે થશે કાર્યવાહી
રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા જણાવામાં આવ્યું હતું કે, અમદાવાદ, બરોડા અને સુરત કરતા રાજકોટમાં કોરોનાના પોઝિટિવ કેસ ઓછા છે છતાં પણ શહેરીજનો દ્વારા કોરોનાના નીતિનિયમોનો ચુસ્તપણે અમલ કરે તે માટે પોલીસ દ્વારા હવે શહેરમાં અલગ-અલગ વિસ્તારમાં લગાડવામાં આવેલ સીસીટીવી કેમેરાની મદદથી માસ્ક ન પહેરનાર સામે કાર્યવાહી કરાશે.
રાજકોટમાં 31stની પાર્ટી નહીં યોજવાની પોલીસની જાહેરાત, રાત્રી કરફ્યૂ યથાવત - 31 ડીસેમ્બર પાર્ટી
આગામી દિવસોમાં નાતાલનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે રાજકોટમાં પણ ખ્રિસ્તીધર્મના લોકો મોટી સંખ્યામાં રહે છે. રાજકોટમાં કરફ્યૂ હોવાથી પોલીસ કમિશનર દ્વારા લોકોને ઘરમાં જ તહેવાર ઉજવાની અપીલ કરી હતી. જ્યારે રાજકોટમાં નાઈટ કરફ્યૂ હોવાથી લોકોને 31stની ઉજવણી જાહેરમાં નહીં કરી શકે, જો કે પોલીસ દ્વારા પણ રાત્રી કરફ્યૂ અને 31stની રાતે વિશેષ ચેકીંગ હાથ ધરવામાં આવશે.
![રાજકોટમાં 31stની પાર્ટી નહીં યોજવાની પોલીસની જાહેરાત, રાત્રી કરફ્યૂ યથાવત રાજકોટમાં 31stની પાર્ટી નહીં યોજવાની પોલીસની જાહેરાત, રાત્રી કરફ્યુ યથાવત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9992978-thumbnail-3x2-celebration-7202740.jpg)
રાજકોટમાં 31stની પાર્ટી નહીં યોજવાની પોલીસની જાહેરાત, રાત્રી કરફ્યુ યથાવત