ગુજરાત

gujarat

ETV Bharat / city

રાદડિયાના ગઢ જામકંડોરણામાં PM મોદી સભા ગજવી કરશે શક્તિ પ્રદર્શન - Gujarat Elections

રાજકોટના જામકંડોરણામાં (jamkandorna rajkot) વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભાને (PM Narendra Modi Public Meeting) સંબોધશે. આ સભાને સંભાળવા અને કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો માટે જમવા સહિતની તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જાણો સમગ્ર વિગતો આ અહેવાલમાં.

રાદડિયાના ગઢ જામકંડોરણામાં PM મોદી સભા ગજવી કરશે શક્તિ પ્રદર્શન
રાદડિયાના ગઢ જામકંડોરણામાં PM મોદી સભા ગજવી કરશે શક્તિ પ્રદર્શન

By

Published : Oct 11, 2022, 9:22 AM IST

રાજકોટજામકંડોરણાના મુખ્ય ગેટ (jamkandorna rajkot) પર છોટે સરદારના નામ સાથે વચ્ચે સ્વ. વિઠ્ઠલ રાદડિયાનો ફોટો દેખાયો, ઉપર બંને તરફ સિંહ હતા. સભાસ્થળે પહોંચતાં પહેલાં જ 5 કિલોમીટરના રસ્તાની બંને બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi), મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), ધારાસભ્ય જયેશ રાદડિયાના (MLA Jayesh Radadiya) મોટા મોટા બેનર જોવા મળ્યા હતા. વીજપોલોને તિરંગાથી રંગી દેવામાં આવ્યા છે અને રસ્તાઓ ડામરથી મઢાતાં ચમકી રહ્યા છે. જામકંડોરણામાં દિવાળી હોય એમ આખું નગર રોશનીથી ઝગમગી ઊઠ્યું છે.

55 વીઘાંમાં 5 ડોમ બનાવાયા ક્યાંય પણ કચરો ન મળે એવી સફાઈ કરવામાં આવી છે. 55 વીઘામાં 5 વિશાળ ડોમ બની રહ્યા છે. દોઢ કલાકમાં 1,00,000 લોકો જમી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેમ જ 18 ટન મોહનથાળ અને 13 ટન રોટલી બનાવવાની તૈયારીઓ પણ ચાલી રહી છે. આવો નજારો 11મીએ જામકંડોરણામાં મોદીની સભા (PM Narendra Modi Public Meeting) છે એની તૈયારી ચાલી રહી છે.

55 વીઘાંમાં 5 ડોમ બનાવાયા

વડાપ્રધાન પોતે ઉતર્યા મેદાને ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Elections) ઢોલ ઢબૂકી ચૂક્યાં છે. ભાજપના જોરને નબળું પાડવા આમ આદમી પાર્ટી બરાબરની કમર કસી રહી છે. ત્યારે થર્ડ પાર્ટી હોમસ્ટેટમાં ઘર કરી ન જાય એ માટે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Narendra Modi) દિલ્હીથી ધક્કા ખાવા પડી રહ્યા છે. 11 ઓક્ટોબરે જામકંડોરણામાં રાદડિયાના ગઢમાં જાહેર સભાને સંબોધવા આવી રહ્યા છે, જેને મોદીનો મેગા શૉ ગણવામાં આવી રહ્યો છે. અહીં જામકંડોરણા અત્યારથી જ મોદીમય બની ગયું હોય એવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.

ભાજપના નેતાઓનો જમાવડોભાજપના નેતાઓનો મેળાવડો અને તૈયારીનો ધમધમાટ જોવા મળ્યો હતો. સભા બાદ દોઢ લાખ લોકો જમી શકે તેવી વ્યવસ્થા પણ કરાઈ છે, જેની તૈયારી માટે ભાજપની ટીમ સતત દોડતી નજરે પડતી હતી. દોઢ લાખ લોકોનાં શક્તિપ્રદર્શન સાથે જમણવાર થશે. આ માટે ઘીના 250 ડબ્બામાંથી 18 ટન મોહનથાળ બનાવવાની 2 દિવસથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મોદીની સભાથી 5 બેઠકને સીધી અસર પડશે. માત્ર એટલું જ નહીં, જયેશ રાદડિયાની ટિકિટ (MLA Jayesh Radadiya) પણ નિશ્ચિત થઈ ગઈ છે.

18 ટન મોહનથાળ અને 13 ટન રોટલી બનાવવાની તૈયારીઓ પણ ચાલી રહી છે

રાષ્ટ્રીય નેતાઓનો પ્રવાસ વધ્યો ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજ્યમાં રાષ્ટ્રીય નેતાઓની અવર-જવર સતત જોવા મળી રહી છે. PM મોદીથી લઈને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ પાણી પહેલાં પાળ બાંધવામાં લાગી ગયા છે. જામકંડોરણા ખાતેની સભામાં કુલ 1000 જેટલી બસ, 1000 જેટલી ટ્રક, આઇસર અને ટ્રેક્ટર જેવાં ખુલ્લાં વાહનો તેમજ 3000 થી વધારે ફોર-વ્હીલર વાહનોમાં રાજકોટ જિલ્લાની કુલ 5 વિધાનસભા એટલે કે રાજકોટ ગ્રામ્ય, ગોંડલ, જેતપુર, ધોરાજી અને જસદણ વિસ્તારમાંથી દોઢ લાખ જનમેદની એકઠી કરવામાં આવશે. આ માટે 400 વીઘા જેટલી જગ્યામાં અલગ અલગ 8 જેટલાં સ્થળો પર પાર્કિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ધારાસભ્ય જયેશ રાદડિયાએ (MLA Jayesh Radadiya) તૈયારીને લઈને જણાવ્યું હતું કે મારા માટે ગર્વની વાત છે કે મારા મત વિસ્તાર નાનાએવા જામકંડોરણામાં મારી અને મારા પરિવારની કર્મભૂમિમાં દેશના વડાપ્રધાન તેમ જ વિશ્વના લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ છે, જેમાં દોઢ લાખની જનમેદની એકઠી થવાની છે, જેમને પ્રધાનમંત્રી સંબોધન (PM Narendra Modi) કરવાના છે. આ માટેની તમામ તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.

હેલિપેડ તૈયાર ધારાસભ્ય જયેશ રાદડિયાએ (MLA Jayesh Radadiya) વધુમાં જણાવ્યું હતું કે આ સાથે વડાપ્રધાન અને મુખ્યમંત્રી આવતાં હોવાથી ખાસ હેલિપેડની વ્યવસ્થા કરવામાં આવી છે. એમાં વડાપ્રધાનના 3 અને મુખ્યપ્રધાનનું 1 મળી કુલ 4 અલગ અલગ હેલિપેડ સભા સ્થળથી નજીકના વિસ્તારમાં તૈયાર કરવામાં આવ્યાં છે.

દોઢ લાખની જનમેદની ઉમટશે ધારાસભ્ય જયેશ રાદડિયાએ (MLA Jayesh Radadiya) વધુમાં જણાવ્યું હતું કે 55 વીઘા જેટલી વિશાળ જગ્યામાં વડાપ્રધાન દોઢ લાખની જનમેદનીને સભા સંબોધન કરશે. સભાસ્થળ માટે ખેતરમાં ઊભા મગફળી અને કપાસના પાકનું 17 લાખનું વળતર ખેડૂતને ચૂકવવામાં આવ્યું છે અને સભાસ્થળ તૈયાર કરવામાં આવ્યું છે. સભાસ્થળ પર 1200 ફૂટ લાંબા અને 400 ફૂટ પહોળા ડોમ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ ડોમમાં 40 ફૂટ લાંબું અને 60 ફૂટ પહોળું AC સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યું છે.

વિશેષ ભોજન વ્યવસ્થા આ સાથે ભોજન વ્યવસ્થા અંગે જયેશ રાદડિયાના (MLA Jayesh Radadiya) ભાઈ લલિત રાદડિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનની સભામાં કુલ દોઢ લાખ માણસો આવશે. આ તમામ અમારા મહેમાન કહેવાય, માટે આવતા તમામ લોકો માટે સભા બાદ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં મહિલાઓ અને પુરુષો માટે અલગ ભોજન વ્યવસ્થા કરી 200 જેટલાં કાઉન્ટર પર ભોજન વ્યવસ્થા ગોઠવામાં આવી છે. આ માટેની તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે. ભોજનમાં ચોખ્ખા ઘીનો બનેલો મોહનથાળ, ગાંઠિયા, બે શાક, દાળ ભાત, રોટલી, પૂરી, છાશ, સલાડ બનાવવામાં આવશે. આ દોઢ લાખ લોકોનું જમવાનું તૈયાર કરવામાં કુલ 250 ડબ્બા શુદ્ધ ઘીમાંથી 18 ટન મોહનથાળ તૈયાર કરવામાં આવશે. જ્યારે 6 ટન ગાંઠિયા અને 13 ટન રોટલી બનાવવામાં આવશે, સાથે જ 4 ટેન્કર છાશ અને લાખો લિટર પીવાના પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવશે.

રાદડિયાના ગઢમાં મોદીની ગર્જના જેતપુર-જામકંડોરણા વિધાનસભા બેઠક એ રાદડિયા પરિવારનો ગઢ માનવામાં આવે છે. અહીંની બેઠક પર જાતિવાદી સમીકરણોની વાત કરીએ તો જેતપુરમાં લેઉવા પટેલ, કોળી, કડવા પટેલ, આહીર, ક્ષત્રિય, માલધારી, બ્રાહ્મણ, ખાંટ, દલિત અને લઘુમતી સમાજનું પ્રભુત્વ છે. 100 ટકામાંથી 7 ટકા કોળી, 45 ટકા લેઉવા પટેલ, 13 ટકા દલિત, 7 ટકા લઘુમતી, 5 ટકા કડવા પટેલ, 5 ટકા ક્ષત્રિય અને અન્ય 18 ટકા મતદારો સમાવેશ થાય છે.

જામકંડોરણાનું વિશેષ મહત્વ જામકંડોરણા રાજકોટ જિલ્લામાં છે, પણ ભૌગોલિક રીતે છ જિલ્લાની સરહદ જામકંડોરણાને સ્પર્શે છે. રાજકોટ, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર. ભાવનગરની સરહદ સીધી રીતે સ્પર્શતી નથી, પણ ભાવનગર ગ્રામ્ય અને મહુવા વિસ્તારમાં સીધી અસર થાય છે. આમાંથી મોટા ભાગની બેઠક પાટીદાર મતદારોનું પ્રભુત્વ છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપવિરોધી પવનના કારણે આ 25માંથી 16 સીટ પર કોંગ્રેસે કબજો કરી લીધો હતો. જ્યારે 9 બેઠક ભાજપને ફાળે ગઈ હતી.

રાદડિયા પરિવારનું વર્ચસ્વ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાના સમયથી ઉપલેટા, ધોરાજી, જામકંડોરણા, જેતપુર વિસ્તાર પર રાદડિયા પરિવારનું ભારે વર્ચસ્વ છે. વિઠ્ઠલભાઈ રાદડિયાના અવસાન પછી જયેશભાઈ રાદડિયાએ આ દબદબો જાળવી રાખવાની સાથો સાથ આગળ પણ વધાર્યો છે. તેવા સમયે વડાપ્રધાન ની તેમના વિસ્તારમાં યોજાનારી જાહેરસભાથી ઘણા રાજકીય સૂચિતાર્થો બહાર નીકળી રહ્યા છે અને ફરી એક વખત જયેશ રાદડિયાની ટિકિટ નિશ્ચિત હોવાના સંકેત આપવામાં આવી રહ્યા છે.

એક સાથે બધું આવરી લેવાશે જામકંડોરણા ત્રણ રીતે મહત્ત્વનું છે, એટલે કદાચ નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) સભા માટે આ સ્થળની પસંદગી કરી હોઈ શકે. એક તો આ પાટીદાર સમાજના કદાવર નેતા સ્વ. વિઠ્ઠલ રાદડિયાનું વતન છે. બીજું, કડવા પાટીદાર સમાજનાં કૂળદેવી ઉમિયા માતાજીનું મંદિર સિદસરમાં છે અને કંડોરણાથી સિદસર 54 કિલોમીટરના અંતરે છે. ઉમિયા માતાજીનું બીજું મંદિર જૂનાગઢ જિલ્લાના ગાઠિલા ગામમાં છે, જે જામકંડોરણાથી 60 કિલોમીટરના અંતરે છે. ત્રીજું, લેઉવા પટેલ સમાજનાં કુળદેવી ખોડલ માતાજીનું ધામ 'ખોડલધામ' પણ 50 કિલોમીટરના અંતરે છે. લેઉવા અને કડવા બંનેના સમાજનાં આસ્થાનાં કેન્દ્રો પણ નજીકમાં છે, એટલે જામકંડોરણાની નરેન્દ્ર મોદીની સભા 7 જિલ્લાની 25 સીટ પર સીધી અસરકર્તા બની રહેશે.

ABOUT THE AUTHOR

...view details