વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં 'સહકાર સે સમૃદ્ધિ' કાર્યક્રમમાં IFFCO, કલોલ ખાતે નિર્મિત નેનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું.
PM Gujarat Visit Live: વડાપ્રધાન મોદી 'સહકારથી સમૃદ્ધિના' કાર્યક્રમને સંબોધશે - PM Modi Rajkot Gujarat Visit
16:51 May 28
નેનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું.
16:40 May 28
ગુજરાત એકમાત્ર રાજ્ય છે જ્યાં સહકારી સંસ્થાઓ સંપૂર્ણ પારદર્શિતા સાથે ચાલે છે
આજે ગુજરાતની સહકારી ચળવળ સમગ્ર દેશમાં સફળ મોડલ ગણાય છે. દેશભરના તમામ રાજ્યોમાં, ગુજરાત એકમાત્ર રાજ્ય છે જ્યાં સહકારી સંસ્થાઓ સંપૂર્ણ પારદર્શિતા સાથે ચાલે છે: કેન્દ્રીય સહકારી અને ગૃહ પ્રધાન અમિત શાહ, ગાંધીનગર, ગુજરાતમાં.
16:16 May 28
સહકાર સે સમૃદ્ધિ' વિષય પર વિવિધ સહકારી સંસ્થાઓના આગેવાનોના સેમિનારને સંબોધશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 'સહકાર સે સમૃદ્ધિ' વિષય પર વિવિધ સહકારી સંસ્થાઓના આગેવાનોના સેમિનારને સંબોધશે.
12:09 May 28
તમામ યોજના નાગરિકો સુધી પહોંચાડવા સરકારનો પ્રયાસઃ PM
જ્યારે દરેક નાગરિક સુધી સુવિધાઓ પહોંચવાનું લક્ષ્ય હોય છે. તો ભેદભાવ પણ ખતમ થઈ જાય છે. ભ્રષ્ટાચાર થવાની પણ કોઈ શક્યતા નથી રહેતી. ન ભાઈ-ભત્રીજાવાદ રહે છે. ન તો જાતિવાદનો ભેદભાવ. આ માટે અમારી સરકાર મૂળભૂત સુવિધાઓ સાથે જોડાયેલી યોજનાઓને નાગરિકો સુધી પહોંચાડવામાં પણ લાગેલી છેઃ PM મોદી
12:08 May 28
ગાંધીજી અને સરદાર પટેલના સપનાનું ભારત બનાવવા પ્રયાસ કર્યાઃ PM
સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ અને સબ કા પ્રયાસ આ મંત્રનું પાલન કરીને આપણે દેશના વિકાસને નવી ગતિ આપી છે. આ 8 વર્ષમાં અમે પૂજ્ય બાપુ અને સરદાર પટેલના સપનાનું ભારત બનાવવા માટે નિષ્ઠાવાન પ્રયાસો કર્યા છેઃ PM નરેન્દ્ર મોદી
12:05 May 28
100 વર્ષના સૌથી મોટા સંકટમાં પણ દેશે આનો સતત અનુભવ કર્યો: PM
જો ગરીબોની સરકાર હોય તો તે તેમની કેવી સેવા કરે છે, તેમને સશક્ત બનાવવાનું કામ કરે છે. આ વાત આજે આખો દેશ જોઈ રહ્યો છે. 100 વર્ષના સૌથી મોટા સંકટમાં પણ દેશે આનો સતત અનુભવ કર્યો છે. જ્યારે રોગચાળો શરૂ થયો, ત્યારે ગરીબોની સામે ખાવાપીવાની સમસ્યા હતી, તેથી અમે દેશના અનાજના ભંડાર ખોલ્યા: PM
12:04 May 28
ગરીબો માટે મફત ગેસ સિલિન્ડરની વ્યવસ્થા કરીઃ PM
અમારી માતાઓ અને બહેનો સન્માન સાથે જીવી શકે. અમે તેમના જનધન બેન્ક ખાતામાં સીધા પૈસા જમા કરાવ્યા છે. ખેડૂતો અને કામદારોના બેન્ક ખાતામાં પૈસા જમા કરાવ્યા. ગરીબોના ઘરનું રસોડું હંમેશા ચાલતું રહે. તે માટે અમે મફત ગેસ સિલિન્ડરની પણ વ્યવસ્થા કરી છેઃ PM નરેન્દ્ર મોદી
12:01 May 28
કચ્છ-કાઠિયાવાડના લોકોને રોજગારી માટે ભટકવું પડતું હતું, પરંતુ આજે ગુજરાતની તાસીર બદલાઈઃ PM
વડાપ્રધાને સંબોધનમાં જણાવ્યું હતું કે, મોરબીના ટાઈલ્સ ઉદ્યોગનો સમગ્ર વિશ્વમાં ડંકો વાગી રહ્યો છે. ગુજરાતમાં દવાની મોટી કંપનીઓ આવી છે. ગુજરાતમાં એર કનેક્ટિવિટી પણ વધી છે. આજે રો રો ફેરીથી ઘણો ફાયદો થયો છે. જ્યારે MSMEથી ગુજરાતમાં અનેક ઉદ્યોગો સ્થપાયા છે. કચ્છ અને કાઠિયાવાડના લોકોને રોજગારી માટે ભટકવું પડતું હતું. જોકે, આજે ગુજરાતની તાસીર બદલાઈ છે.
11:58 May 28
ડબલ એન્જિનની સરકારે ગુજરાતને નવી ઊંચાઈએ પહોંચાડવાનું કામ શરૂ કર્યું છેઃ PM
વડાપ્રધાને ઉંમેર્યું હતું કે, આ ડબલ એન્જિનની સરકારે ગુજરાતને નવી ઊંચાઈએ પહોંચાડવાનું કામ શરૂ કર્યું છે. વિકાસનો લાભ ગુજરાતને મળી રહ્યો છે. 2014 પહેલાં ગુજરાતમાં એવા અનેક પ્રોજેક્ટ હતા કે, જે દિલ્હી જતો ત્યારે તેમને પ્રોજેક્ટની જગ્યાએ મોદી દેખાતા હતા. આપણે અહીં સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવીને સમગ્ર વિશ્વમાં ગુજરાતનું નામ ગૂંજતું કર્યું છે.
11:51 May 28
આજે ગુજરાતમાં સરકારી અને ખાનગી મળીને 30 મેડિકલ કૉલેજ છેઃ PM મોદી
વડાપ્રધાને જણાવ્યું હતું કે, પહેલાં જામનગરમાં વિશ્વનું ટ્રેડિશનલ મેડિસીનનું સેન્ટર WHO દ્વારા બનાવવામાં આવી રહ્યું છે. રાજકોટમાં AIIMS અને હવે આટકોટમાં આ મલ્ટિ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ. આ ખૂબ જ સરાહનીય કામ છે. પહેલા રાજ્યમાં માત્ર 9 મેડિકલ કોલેજ હતી. ડોક્ટર બનવાની ઈચ્છા અનેક લોકોને હોય. ત્યારે માત્ર ડોક્ટર માટે 1,100 જ બેઠક હતી. ત્યારે આજે સરકારી અને ખાનગી 30 મેડિકલ કૉલેજ માત્ર ગુજરાતમાં છે. ગુજરાતમાં પણ અને દેશમાં પણ દરેક જિલ્લામાં 1 મેડિકલ કૉલેજ બનાવવાની અમારી ઈચ્છા છે. MBBS અને PGની મેડિકલ બેઠકો એક જમાનામાં 1,100 ને આજે 8,000 સીટો છે.
11:50 May 28
પટેલ સમાજે આ હોસ્પિટલ બનાવી મોટું કાર્ય કર્યું છે, આનાથી અન્ય લોકો પણ પ્રેરણા લેઃ PM મોદી
વડાપ્રધાને વધુમાં ઉંમેર્યું હતું કે, પટેલ સમાજે આ હોસ્પિટલ બનાવી ખૂબ જ મોટું કાર્ય કર્યું છે. આનાથી તમામ લોકો પ્રેરણા લઈ સમાજ માટે કંઈક કરે. હવે લોકોને અત્યાધુનિક સારવાર અહીં જ મળી રહેશે. આપણે એવું વાતાવરણ બનાવીએ કે, આ હોસ્પિટલ ખાલીને ખાલી રહે. એટલે તમામ લોકો સ્વસ્થ રહે. અને જો હોસ્પિટલમાં આવવું જ પડે તો એકદમ સાજો થઈને પાછો જાય.
11:39 May 28
સરકારના પ્રયાસમાં જનતાનો પ્રયાસ જોડાય ત્યારે શક્તિ અનેકગણી વધી જાય છેઃ PM
વડાપ્રધાને ઉમેર્યું હતું કે, સરકારના પ્રયાસમાં જનતાનો પ્રયાસ જોડાઈ જાય ત્યારે સેવા કરવાની અમારી શક્તિ પણ અનેકગણી વધી જાય છે. રાજકોટમાં બનેલી આ આધુનિક હોસ્પિટલ આનું ઉત્તમ ઉદાહરણ છે. NDA સરકારે રાષ્ટ્ર સેવાના 8 વર્ષ પૂર્ણ કર્યા છે. હું શિશ ઝૂકાવીને ગુજરાતના દરેક નાગરિકનો આદર કરવા માગું છું.
11:36 May 28
આ હોસ્પિટલ સૌરાષ્ટ્રમાં આરોગ્ય સેવા માટે ઉપયોગી બનશેઃ PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર સભાને સંબોધતા જણાવ્યું હતું કે, રાજકોટમાં તૈયાર થયેલી આ હોસ્પિટલ લોકો માટે લાભદાયી સાબિત થશે. સૌરાષ્ટ્રમાં આરોગ્ય સેવા માટે આ હોસ્પિટલ ઉપયોગી બનશે.
11:29 May 28
ગુજરાત એ દેશનું ગ્રોથ એન્જિન છેઃ CM ભૂપેન્દ્ર પટેલ
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સંબોધનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલીના કારણે આજે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બની ગયું છે. એક સમય હતો કે, ગામડાના લોકોને આરોગ્ય સેવા માટે દૂરદૂર સુધી જવું પડતું હતું. જોકે, હવે અંતરિયાળ ગામમાં પણ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ નિર્માણ પામી છે. બાળકોના આરોગ્યની પણ ચિંતા સરકારે કરે છે.
મુખ્યપ્રધાને ઉમેર્યું હતું કે, જનજન સુધી આરોગ્ય સેવા પહોંચાડવા માટે વડાપ્રધાને કામ કર્યું છે.
11:26 May 28
સ્વાગત સ્પીચમાં CMએ ન લીધું સાંસદ પૂનમબેન માડમનું નામ
હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સંબોધનમાં તમામ પ્રધાનો અને અગ્રણીઓનું સ્વાગત કર્યું હતું, પરંતુ મહિલા સશક્તિકરણની વાત કરતી સરકારના મુખ્યપ્રધાન સ્વાગત સ્પીચમાં સાંસદ પૂનમબેન માડમનું નામ લેતા ભૂલી ગયા હતા.
11:21 May 28
કોઈ પણ દર્દી સારવાર વગર પાછો નહીં જાયઃ ડોક્ટર ભરત બોઘરા
- હોસ્પિટલના ડોક્ટર ભરત બોઘરાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આ હોસ્પિટલમાં કોઈ પણ દર્દી સારવાર વગર પાછો નહીં જાય. પછી તે વ્યક્તિ પાસે પૈસા હોય કે ન હોય.
- જે દર્દી પાસે આયુષ્માન કાર્ડ નહીં હોય તેમને પણ હોસ્પિટલમાંથી જ કાર્ડ કાઢી આપવામાં આવશે.
- હોસ્પિટલમાં આયુષ્માન ડેસ્ક પણ બનાવવામાં આવ્યું છે.
11:15 May 28
PM મોદી ટૂંક સમયમાં સંબોધશે જાહેર સભા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેર સભાના સ્થળે પહોંચી ગયા છે. અહીં મુખ્યપ્રધાન અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલે તેમનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા છે. તો હવે ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેર સભાને સંબોધશે.
11:11 May 28
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભાના સ્થળે લોકોની મોટી ભીડ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આટકોટમાં માતુશ્રી કેડીપી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ હવે તેઓ જાહેરસભાને સંબોધશે. જોકે, વડાપ્રધાનના આગમન પહેલા જાહેર સભાના સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. ત્યારબાદ વડાપ્રધાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સાંજે 4 વાગ્યે 'સહકાર સે સમૃદ્ધિ' વિષય પર વિવિધ સહકારી સંસ્થાઓના નેતાઓના સેમિનારને સંબોધશે. અહીં તેઓ કલોલ ખાતે બનેલ નેનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરશે.
10:50 May 28
PM મોદી હોસ્પિટલનું કરી રહ્યા છે નિરીક્ષણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આટકોટની KDP હોસ્પિટલની સુવિધાઓનું નિરીક્ષણ કરી રહ્યા છે.
10:47 May 28
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ KDP હોસ્પિટલની લીધી મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આટકોટની કે. ડી. પી. હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. સાથે જ તેમણે હોસ્પિટલની મુલાકાત પણ લીધી હતી. આ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
10:45 May 28
આટકોટની હોસ્પિટલ ખાતે વડાપ્રધાનનું આગમન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આટકોટની કી.ડી. પી. હોસ્પિટલ પહોંચી ગયા છે. અહીં તેમણે હોસ્પિટલના ટ્રસ્ટીઓ સાથે વાતચીત કરી હતી.
10:28 May 28
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનસભાને કરશે સંબોધિત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોસ્પિટલનું લોકાર્પણ કર્યા પછી જાહેર સભાને પણ સંબોધશે. આ સભામાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. જોકે, વડાપ્રધાનના આગમન અંગે રાજકોટમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
10:07 May 28
વડાપ્રધાન ફરી એક વાર ગુજરાતના પ્રવાસે
રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. રાજકોટ એરપોર્ટ પર વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન ટૂંક જ સમયમાં રાજકોટના આટકોટમાં આવેલી કે. ડી. પરવાડિયા હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે.
TAGGED:
PM Modi Rajkot Gujarat Visit