- વડાપ્રધાનનો નરેન્દ્રમોદીનો જન્મદિવસ
- રંગીલું રાજકોટ વડાપ્રધાન માટે રહ્યું છે ખાસ
- રાજકોટે જ તેઓને ધારાસભ્ય તરીકે વિધાનસભામાં મોકલ્યા હતા
રાજકોટ: હાલના વડાપ્રધાન અને ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન એવા નરેન્દ્ર મોદી માટે રંગીલું રાજકોટ ખૂબ જ ખાસ છે. જ્યારે નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યપ્રધાન બન્યા તે દરમિયાન તેઓ પ્રથમ વખત રાજકોટથી ધારાસભ્યની ચૂંટણી લડ્યા હતા અને તેઓ 14,000 જેટલા મતોથી વિજયી બન્યા હતા. વડાપ્રધાન મોદીની સૌપ્રથમ રાજકોટે જ ધારાસભ્ય બનાવીને વિધાનસભામાં મોકલ્યા હતા. જેને લઈને મોદીના રાજકીય સફરમાં રાજકોટનો બહુમૂલ્ય ફાળો રહ્યો છે. હાલ તેઓ દેશના વડાપ્રધાન છે ત્યારે મોદી રાજકોટના ધારાસભ્ય રહી ચૂક્યા હોવાનો રાજકોટવાસીઓ પણ ગર્વ લે છે.
હું હરહંમેશ રાજકોટનો ઋણી રહીશ વજુભાઇ વાળાએ કરી હતી બેઠક ખાલીવડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન બન્યા હતા. ત્યારે તેઓ ધારાસભ્ય નહોતા અને મુખ્યપ્રધાન પદ પર યથાવત રહેવા માટે છ મહિનામાં જ ધારાસભ્ય બનવું ફરજીયાત હતું. જેને લઈને તેઓએ રાજકોટથી ધારાસભ્યની ચૂંટણી લડવાનું પસંદ કર્યું હતું અને જે દરમિયાન તે સમયના રાજકોટ 2ની વિધાનસભા બેઠક પર ચાલુ ધારાસભ્ય એવા વજુભાઇ વાળાએ આ બેઠક પરથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ પેટાચૂંટણી આવી અને મોદી આ બેઠક પરથી ધારાસભ્યની પ્રથમ ચૂંટણી જીત્યા હતા અને વિધાનસભામાં ગયા હતા.
હું હરહંમેશ રાજકોટનો ઋણી રહીશ 14 હજાર મતોથી જીત્યા હતા પહેલી ચૂંટણીવડાપ્રધાન મોદી રાજકોટ 2 બેઠક જે હાલ રાજકોટ પશ્ચિમ બેઠક તરીકે ઓળખાય છે. તે બેઠક પરથી પોતાના જીવનની પ્રથમ ધારાસભ્યની ચૂંટણી લડ્યા હતા અને પહેલી વારમાં જ તેઓ જીતી ગયા હતા. જ્યારે તેમને 14,000 જેટલા મત મળ્યા હતા અને ત્યારબાદ તેઓ વિધાનસભામાં ગયા હતા. જ્યારે મોદીને રાજકોટમાં જીતાડવા માટે તે સમયના દિગગજ ભાજપના નેતાઓએ પણ સાથ આપ્યો હતો. જો કે રાજકોટ 2 બેઠક પહેલાથી જ ભાજપનું ગઢ માનવામાં આવે છે એટલા માટે મોદી આ બેઠક પરથી હારે તેઓ કોઈ પ્રશ્ન જ નહોતો.
હું હરહંમેશ રાજકોટનો ઋણી રહીશ
હું હરહંમેશ રાજકોટનો ઋણી રહીશ: મોદી
હાલના વડાપ્રધાન અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન એવા નરેન્દ્ર મોદી જ્યારે જ્યારે ઓન રાજકોટવાસીઓ સંબોધન કરે અથવા રાજકોટમાં કોઈ કાર્યક્રમમાં હાજરી આપે એટલે પહેલા તેઓ રાજકોટના ધારાસભ્ય હતા તે વાત રાજકોટવાસીઓ કહે અને ત્યારબાદ એવું પણ કહે કે હું હરહંમેશ રાજકોટવાસોનો ઋણી રહીશ. આમ પીએમ મોદી અચૂક આ વાતને પોતાના સંબોધન દરમિયાન વારંવાર કહેતા હોય છે. જેને લઈને હજુ પણ મોદી રાજકોટનવ ભૂલ્યા નહીં હોવાનું તેમના સંબોધન પરથી ખ્યાલ આવે છે.