રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીની પ્રવેશ પરીક્ષામાં (Entrance Examination for PhD in Saurashtra University )હવે પાસ વિદ્યાર્થીને સીટ ન મળે તો બીજા વર્ષે ફરી પરીક્ષા આપવાની તેવા નિયમથી છાત્રોમાં ભારે રોષ (Anger among students over strange rule) જોવા રહ્યો છે. આ વર્ષે 26 કોર્સમાં Ph.D.ની 121 જગ્યા (PhD Seats at Saurashtra University)ખાલી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીની પ્રવેશ પરીક્ષાની તારીખ (Date of entrance examination for PhD in Saurashtra University) વિશે જોઇએ તો જેની એન્ટ્રન્સ ટેસ્ટ જુલાઈમાં યોજાશે.
PhD Seats at Saurashtra University : વિચિત્ર નિયમથી વિદ્યાર્થીઓમાં રોષ, જુલાઈમાં એન્ટરન્સ ટેસ્ટ યોજાશે - વિચિત્ર નિયમથી વિદ્યાર્થીઓમાં રોષ
પીએચડી જેવી પદવીના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવાની એન્ટરન્સ ટેસ્ટને (Entrance Examination for PhD in Saurashtra University ) લઇને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક નિયમે ભારે રોષની (Anger among students over strange rule) લાગણી ફેલાવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીની પ્રવેશ પરીક્ષા (PhD Seats at Saurashtra University) માટેનો તે નિયમ કયો છે તે જાણો.
જુલાઈમાં માસમાં ઓનલાઈન એન્ટ્રન્સ ટેસ્ટ છે -સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં Ph.D. પ્રવેશ પરીક્ષામાં (Entrance Examination for PhD in Saurashtra University )કો-ઓર્ડીનેટર તરીકે પી.જી. વિભાગના હેડ મનીષ ધામેચા તો કો-કોર્ડીનેટર દિપક પટેલ, મનીષ શાહ અને રમેશ કોઠારીને મૂકાયા છે. જુલાઈમાં માસમાં ઓનલાઈન એન્ટ્રન્સ ટેસ્ટ યોજાશે. જેમાં કોમર્સમાં સૌથી વધુ 20, ફીઝીક્સમાં 14, માઈક્રોબાયોલોજીમાં 9, હિન્દીમાં 8, એજ્યુકેશનમાં 7, ગુજરાતી, કેમેસ્ટ્રી, આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, માં 6-6, કાયદા - ઈતિહાસમાં 4-4, સમાજશાસ્ત્ર, કમ્પ્યુટર સાયન્સ,મનોવિજ્ઞાન, ઇલેક્ટ્રોનીક્સ, અંગ્રેજીમાં 3-3 હ્યુમન રાઈટસ, બિઝનેસ મેનેજમેન્ટ, ફાર્મસી, તત્વજ્ઞાન, સંસ્કૃત, સોશિયલ વર્કમાં 2-2, મેથેમેટિક્સ, એપ્લાયડ ફીઝીક્સ અને રૂરલ સ્ટડીઝમાં 1-1 સીટ Ph.D. માટે ખાલી (PhD Seats at Saurashtra University) છે.
આ વિભાગમાં એક પણ જગ્યા ખાલી નથી -પત્રકારત્વ અને પરર્ફોર્મિંગ આર્ટસ સહિતની ફેકલ્ટીમાં આ વખતે Ph.D.ની એક પણ જગ્યા ખાલી નહીં હોવાથી તેમાં એન્ટ્રન્સ ટેસ્ટ જ નહીં લેવાય. જેને કારણે છેલ્લા એક વર્ષથી મહેનત કરતા વિદ્યાર્થીઓની તૈયારી પર પાણી ફરી વળશે. સાથે જ યુનિવર્સિટી દ્વારા (Anger among students over strange rule) તઘલખી નિર્ણય કરાયો છે કે એન્ટ્રન્સ ટેસ્ટમાં (Entrance Examination for PhD in Saurashtra University )પાસ વિદ્યાર્થીને DRC (ડીપાર્ટમેન્ટ રીસર્ચ કમિટી)માં ગાઈડ ન ફાળવાય તો વિદ્યાર્થીએ બીજા વર્ષે રૂ.500ની ફી ભરી ફરી પરીક્ષા પાસ કરવી પડશે.