ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોનાને લઇને રાજકોટ મનપાનો નિર્ણય, દવા લેવા આવતા ગ્રાહકોની વિગતો દુકાનદારે ફરજીયાત નોંધવાની રહેશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મેડિકલ સ્ટોરના માલિકો માટે એક નવો નિયમ બહાર પાડવામાં આવ્યો છે. હવેથી મેડિકલ સ્ટોરમાં તાવ તેમજ શરદી-ખાંસીની દવા લેવા આવતા ગ્રાહકોના ફોન-નંબર, એડ્રેસ વગેરે વિગતો દુકાનદારે ફરજીયાત નોંધવાની રહેશે.

કોરોનાને લઇને રાજકોટ મનપાનો નિર્ણય, દવા લેવા આવતા ગ્રાહકોના સંપર્કની વિગતો દુકાનદારે ફરજીયાત નોંધવાની રહેશે
કોરોનાને લઇને રાજકોટ મનપાનો નિર્ણય, દવા લેવા આવતા ગ્રાહકોના સંપર્કની વિગતો દુકાનદારે ફરજીયાત નોંધવાની રહેશે

By

Published : Sep 14, 2020, 4:12 PM IST

રાજકોટ: રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, ત્યારે આરોગ્ય તંત્ર દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા માટે અનેક પગલા લેવામાં આવી રહ્યા છે. રાજકોટમાં કોરોના મહામારીએ જોખમી સ્વરૂપ ધારણ કરતાં કોરોના કેસની સંખ્યા 4000ને પાર પહોંચી છે. આ ઉપરાંત દરરોજ 20થી વધુ દર્દીઓ મોતને ભેટી રહ્યા છે. જેને લઇને આરોગ્ય સચિવ જયંતિ રવિ 11 દિવસ રાજકોટમાં રોકાયા હતા અને અધિકારીઓને માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું.

કોરોનાને લઇને રાજકોટ મનપાનો નિર્ણય, દવા લેવા આવતા ગ્રાહકોના સંપર્કની વિગતો દુકાનદારે ફરજીયાત નોંધવાની રહેશે

જે અંતર્ગત હવેથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મેડિકલ સ્ટોર માલિકો માટે એક નવો નિયમ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં દુકાનમાં શરદી અને ઉધરસની દવા લેવા આવનારા તમામ વ્યક્તિઓના નામ અને એડ્રેસની વિગતો સ્ટોર માલિકોએ તેમના રજીસ્ટરમાં રાખવાની રહેશે. આ વિગતો દ્વારા કોર્પોરેશનની ટીમ તપાસ હાથ ધરશે અને જરૂર જણાય તો વ્યક્તિનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવશે.

આ અંગે રાજકોટના મોતીટાંકી ચોક ખાતે આવેલી યસ મેડિકલના માલિક પિયુષભાઈ સાથે ઇટીવી ભારતે વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું, "મનપાના આ નિર્ણયને લઈને અમે પણ મેડિકલ સ્ટોર ખાતે શરદી, તાવ, ઉધરસની દવા લેવા આવતા તમામ લોકોના નામની એન્ટ્રી કરીએ છીએ અને સાથે તેમને સમજાવીએ છીએ કે, તમારે ડૉક્ટરની સલાહ લીધા બાદ જ આ પ્રકારની દવાઓ લેવી જોઈએ."

આ અંગે ઈટીવી ભારત દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના કમિશ્નર ઉદિત અગ્રવાલનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, પરંતુ તેમણે ફોન ઉપાડ્યો નહોતો.

રાજકોટથી ભાવેશ સોંદરવાનો વિશેષ અહેવાલ.

ABOUT THE AUTHOR

...view details