ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં અંધશ્રદ્ધાના કારણે જ લોકો વેક્સિન નથી લેતા: DDO - Corona vaccination campaign

રાજ્યમાં હાલ વેક્સિનેશન અભિયાન( Corona vaccination campaign ) પુરજોશમાં ચાલી રહ્યું છે. જોકે, હજુ પણ કેટલાય અવા વિસ્તારો છે જ્યા વેક્સિન ( vaccine ) અંગે રહેલી અંધશ્રદ્ધાના કારણે લોકો વેક્સિન લેતા નથી. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વેક્સિન લેવાનું પ્રમાણ ખુબ ઓછું નોંધાયું હતું. આ અંગેનું કારણ આપતા જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારમાં લોકોમાં હજું પણ વેક્સિનને લઈ અંધશ્રદ્ધા છે. જોકે, અમે ગ્રામ્યવિસ્તારમાં જઈ લોકોમાં રહેલી અંધશ્રદ્ધાને દુર કરી રહ્યા છીએ અને વધુમાં વધુ લોકો વેક્સિન લે તેવા પ્રયાસ કરી રહ્યા છીએ.

વેક્સિનને લઈ ગ્રામ્ય વિસ્તારમાં હજુ પણ અંધશ્રદ્ધા
વેક્સિનને લઈ ગ્રામ્ય વિસ્તારમાં હજુ પણ અંધશ્રદ્ધા

By

Published : Jul 2, 2021, 5:03 PM IST

  • વેક્સિનને લઈ ગ્રામ્ય વિસ્તારમાં હજુ પણ અંધશ્રદ્ધા
  • રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વેક્સિન લેવાનું પ્રમાણ ઓછું નોંધાયું
  • તંત્ર દ્વારા લોકો વધુમાં વધુ વેક્સિન લે તેવા પ્રયોસો હાથ ધરાયા

રાજકોટ: રાજ્યમાં તાજેતરમાં જ મોટાભાગના IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. તેમાં રાજકોટ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ રાજકોટ મહાનગરપાલિકાના કમિશ્નરની પણ અન્ય જિલ્લાઓમાં બદલી થઈ છે. ત્યારે રાજકોટમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે દેવ ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે. જેઓએ વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળી લીધો છે. ETV Bharat દ્વારા રાજકોટના નવનિયુક્ત જિલ્લા વિકાસ અધિકારી સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. જેમાં તેમણે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ તેમજ કોરોના વેક્સિન સહિતના વિશેષ મુદ્દાઓ પર વિશેષ ચર્ચા કરી હતી.

લોકોને વેક્સિન અંગેના ફાયદાઓ સમજાવવામાં આવ્યાં

રાજકોટ જિલ્લામાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વેક્સિન ( vaccine ) લેવાનું પ્રમાણ ઓછું નોંધાયું છે. ત્યારે હાલ રાજકોટ જિલ્લામાં વધુમાં વધુ લોકો કોરોના વેક્સિન લે તે દિશામાં જિલ્લા પંચાયતના અધિકારીઓ દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે. અત્યારે રાજકોટ જિલ્લાના અલગ-અલગ ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 10 હજારથી વધુ લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી રહી છે. તેમજ જે લોકો વેક્સિન નથી લઈ રહ્યાં તેમને વેક્સિન અંગેના ફાયદાઓ પણ સમજાવવામાં આવી રહ્યા છે. તેઓને વેક્સિન લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. આમ રાજકોટ જિલ્લામાં હાલ ધીમે ધીમે વેક્સિનેશનનું પ્રમાણ વધી રહી રહ્યું છે.

રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં અંધશ્રદ્ધાના કારણે જ લોકો વેક્સિન નથી લેતા: DDO

જસદણ વીંછીયા તાલુકાઓમાં ઓછું વેક્સિનેશન

જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ ETV Bharat ને જણાવ્યું હતું કે, રાજકોટના જસદણ અને વીંછિયા તાલુકામાં સૌથી ઓછું વેક્સિનેશન ( Corona vaccination ) થયું હતું. જ્યાં હાલ લોકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. કોરોના વેક્સિન લેવાથી થતા ફાયદાઓ અંગે સમજાવવામાં આવી રહ્યું છે. જેને લઇને છેલ્લા એક અઠવાડિયામાં આ બંને તાલુકાઓમાં પણ વેક્સિનેશનનું પ્રમાણ વધ્યું છે. આમ અમે જિલ્લાના તમામ વિસ્તારોમાં કોરોના વેક્સિન અંગેની વિવિધ પ્રકારની કામગીરી કરીને લોકો વધુમાં વધુ પ્રમાણમાં કોરોના વેક્સિન લે તે દિશામાં કામ કરી રહ્યા છીએ.

આ પણ વાંચોઃ શુકન-અપશુકનની માન્યતાઓમાં દટાયેલું સૌરાષ્ટ્ર! : સર્વે

છેલ્લા એક અઠવાડિયામાં વેક્સિનેશનનું પ્રમાણ વધ્યું

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વેક્સિનેશન( Corona vaccination )નું પ્રમાણ ઓછું હતું. જે છેલ્લા એક અઠવાડિયામાં વધ્યું છે. 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓનું પણ વેક્સિનેશન હાલ વધુ પ્રમાણમાં થઈ રહ્યું છે. જેને જોઈને 60 વર્ષથી વધુ ઉંમરના લોકો પણ હાલ કોરોના વેક્સિન લેવા માટે પ્રોત્સાહિત થઇ રહ્યા છે. ત્યારે આગામી એક અઠવાડિયા સુધીમાં રાજકોટ જિલ્લાના વિવિધ ગામોને કવર કરવાની કામગીરી કરાશે. રાજકોટ જિલ્લામાં પ્રથમ 70 ટકા જેટલું વેક્સિનેશન થાય તે દિશામાં હાલ અમારો પ્રયાસ રહેશે. કોરોનાની ત્રીજી લહેર સામે લડવા માટે એકમાત્ર હથિયાર હાલ કોરોનાની વેક્સિન છે.

આ પણ વાંચોઃ વેક્સીનેશનના બદલે કોરોના મંત્રથી લોકો સાજા થવાનો દાવો!

વેક્સિન અંગે અંધશ્રદ્ધાની વાત સાચી: DDO

રાજકોટ જિલ્લામાં કોરોના વેક્સિનેશનનું પ્રમાણ ઓછા પ્રમાણમાં નોંધાયુ છે. જે અંગેનું કારણ આપતા જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વેક્સિન ( vaccine ) અંગે અલગ-અલગ અંધશ્રદ્ધા ફેલાયેલી છે તે વાત સાચી છે. જોકે, અમે આગામી દિવસોમાં લોકોને કોરોના વેક્સિન અંગેના ફાયદાઓ જણાવીશુ તેમજ લોકો આ પ્રકારની અંધશ્રદ્ધાથી દૂર થાય અને વધુ પ્રમાણમાં કોરોના વેક્સિન લે તેવા પ્રયાસો કરીશું. કોરોના વેક્સિન અંગેની અંધશ્રદ્ધા દૂર કરવા માટે અમે ગ્રામ્ય પોલીસ, તાલુકાના અધિકારીઓ અને મામલતદાર, તેમજ તલાટી મંત્રીઓ અને વિસ્તારના પ્રતિનિધિઓનો પણ સહકાર લઈશું. આ ઉપરાંત અલગ-અલગ ગ્રામ્ય વિસ્તારમાં જઈને લોકોમાં રહેલી કોરોના વેક્સિન અંગેની ગેરમાન્યતાઓને દૂર કરશું.

ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવાસ કરી લોકોની સમસ્યાઓ દુર કરાશે

રાજકોટના કેટલાક ગ્રામ્યમાં હજુ પણ પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે જિલ્લા વિકાસ અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે, હાલ રાજકોટના એક પણ વિસ્તારમાં કોઈ મોટી ગંભીર સમસ્યા નથી અને હશે તો તેનો તાત્કાલિક નિવારણ લાવશું. તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જે પણ પાયાની સુવિધાઓનો અભાવ છે તેના બદલે હવે વધુમાં વધુ ડેવલોપમેન્ટ થાય તે માટેના પ્રયાસ કરશું. આ સાથે અમે આગામી દિવસોમાં રાજકોટના ગામડે-ગામડે પ્રવાસ પણ કરશું અને ગામડાના લોકોની સમસ્યાઓ અને પ્રશ્નો પણ સાંભળશુ અને તેનો તાત્કાલિક નિકાલ થાય તે દિશામાં કામ કરશું. જેનાથી ગ્રામ વિસ્તારોની સમસ્યાઓ દૂર થઈ શકે.

ABOUT THE AUTHOR

...view details