- ધુળેટી પર્વને લઇને રાજકોટમાં ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત
- સરકારે જાહેરમાં ધુળેટી રમવા પર પ્રતિબંધ લગાવ્યો
- લોકોએ છત પર અને ઘરમાં જ ધુળેટી ઉજવી
રાજકોટ : દેશમાં આજે ધુળેટીનો પર્વ હોય સૌ કોઈ લોકોએ પોતાના ઘરે ધુળેટીની એકબીજાને રંગ લગાવીને ઉજવણી કરી હતી. જ્યારે કોરોના મહામારી હોય તેને લઇને રાજ્ય સરકારે જાહેરમાં ધુળેટી રમવા પર પ્રતિબંધ લગાવ્યો છે, ત્યારે રાજકોટમાં વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અલગ-અલગ વિસ્તારમાં ગોઠવવામાં આવ્યો હતો. જો કે, લોકોએ પણ કોરોનાની મહામારીથી બચવા માટે પોતાના ઘરની છત પર અથવા ઘર આંગણામાં જ ધુળેટી પર્વની ઉજવણી કરી હતી. રાજકોટમાં ધૂળેટીના તહેવાર અગાઉ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પણ ધુળેટી પર્વને લઇને વિશેષ જાહેરનામું બહાર પાડ્યું હતું. જેનો સોમવારની સવારથી જ પોલીસ દ્વારા અમલ કરાવવામાં આવ્યો હતો.
રાજકોટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત આ પણ વાંચો -રાજકોટમાં કોરોના વચ્ચે લોકોએ પરિવાર સાથે કરી ધુળેટીની ઉજવણી
લોકોએ ઘરમાં જ રહિને ધૂળેટીની ઉજવણી કરી
કોરોના મહામારીના કારણે લોકોએ સ્વૈચ્છાએ કોરોના મહામારીના કારણે પોતાના ઘરની છત તેમજ ફ્લેટની અગાસી પર અને ઘરના આંગણામાં પોતાના પરિવાર તેમજ નજીકના સગાઓ સાથે ધુળેટીની ઉજવણી કરી હતી. એકબીજાને રંગ લગાવીને ધુળેટીની શુભેચ્છાઓ પાઠવી હતી. જ્યારે શહેરના મુખ્ય ચોકમાં પણ ધુળેટી જેવો માહોલ જોવા મળ્યો ન હતો. દર વર્ષે લોકો રાજકોટના રેસકોર્સ ખાતે તેમજ આજી ડેમ ખાતે ધુળેટી રમવા માટે મોટી સંખ્યામાં આવતા હોય છે, પરંતુ કોરોના મહામારીના કારણે રાજકોટવાસીઓએ ઘરમાં ધુળેટીની ઉજવણી કરી હતી.
આ પણ વાંચો -ધુળેટી રમતા ઝડપાશો કાયદેસરની કાર્યવાહી કરાશે : રાજકોટ પોલીસ કમિશ્નર
600 પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં ગોઠવાયા
રાજ્ય સરકારના પ્રતિબંધનો ચુસ્તપણે પાલન થાય તે માટે રાજકોટ પોલીસના 600 જેટલા કર્મચારીઓએ વહેલી સવારથી જ અલગ-અલગ વિસ્તારમાં બંદોબસ્ત અને પેટ્રોલિંગમાં લાગ્યા હતા. તેમજ શહેરમાં પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરતા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી પણ કરતા જોવા મળ્યા હતા. રાજકોટ શહેર મુખ્ય વિસ્તાર એવા રેસકોર્સ, જિલ્લા પંચાયત ચોક, કિશાનપરા ચોક, યાજ્ઞિક રોડ, આજી ડેમ સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવતું હતું. જ્યારે અલગ-અલગ સોસાયટીઓમાં પણ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. લોકોએ પણ કોરોના મહામારી વચ્ચે ઘરમાં જ રહેવાનું પસંદ કર્યું હતું અને પોતાના પરિવાર સાથે કોરોના મહામારી વચ્ચે ધુળેટીની ઉજવણી કરી હતી.