રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો સોમવારે મોડી રાત્રીથી જ મગફળીનું રજીસ્ટ્રેશન કરાવવા માટે લાઈનમાં ઉભા રહી ગયા હતા. જો કે, રજીસ્ટ્રેશન દરમિયાન નેટ કનેક્ટિવિટી નહીં મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા.
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળી રજીસ્ટ્રેશનમાં ખેડૂતોનો ઘસારો - Peanut rate in rajkot
રાજકોટઃ ચોમાસું પૂર્ણ થવા આવતા ખેડૂતોના પાક બજારમાં આવતા થયા છે, ત્યારે સમગ્ર રાજ્યમાં મંગળવારથી ટેકાના ભાવે મગફળી ખરીદીનું રજીસ્ટ્રેશન શરૂ થયું છે.

rajkot news
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળી રજીસ્ટ્રેશનમાં ખેડૂતોનો ઘસારો
ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લાના 11 માર્કેટિંગ યાર્ડ ખાતે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમજ મગફળીનો ટેકાનો ભાવ એક મણનો 1018 રુપિયા નક્કી કરવામાં આવ્યો છે. તેમજ ખરીદીની પ્રક્રિયા આગામી 90 દિવસ સુધી ચાલશે. જેના કારણે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.