ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટના પવન અને પરશુરામ બાયોડિઝલ પમ્પમાં ગેરરીતિ ઝડપાઈ, 13 લાખનો જથ્થો સીલ

જેતપુર નેશનલ હાઈ-વે પર કાગવડના પાટિયા પાસે આવેલા બે બાયોડિઝલ પમ્પમાં ગેરરીતિ ઝડપાઈ હતી. વચ્છરાજ હોટેલની બાજુમાં પવન બાયોડિઝલના નામે ભળતા પેટ્રોલિયમ પેદાશનું ગેરકાયદેસર ખરીદવેચાણ અને સંગ્રહ કરતા હોવાથી આ પેઢીની તપાસ મામલતદાર જેતપુર ગ્રામ્ય દ્વારા કરવામાં આવી હતી. આ બંને પેઢી દ્વારા કોઈ પણ પરવાનગી કે લાઈસન્સ વગર ગેરકાયદેસર વેપાર કરવા હોવાનું બહાર આવતા અધિકારીઓએ રૂ. 7.25 લાખનો જથ્થો સ્થગિત કર્યો હતો. કુલ રૂ. 13 લાખનો જથ્થો સીલ કરવામાં આવ્યો હતો.

રાજકોટના પવન અને પરશુરામ બાયોડિઝન પમ્પમાં ગેરરીતિ ઝડપાઈ, 13 લાખનો જથ્થો સીલ કરાયો
રાજકોટના પવન અને પરશુરામ બાયોડિઝન પમ્પમાં ગેરરીતિ ઝડપાઈ, 13 લાખનો જથ્થો સીલ કરાયો

By

Published : Oct 5, 2020, 5:23 PM IST

રાજકોટઃ જેતપુર નેશનલ હાઈ-વે પર કાગવડના પાટિયા પાસે આવેલા બે બાયોડિઝલ પમ્પમાં ગેરરીતિ ઝડપાઈ હતી. વચ્છરાજ હોટેલની બાજુમાં પવન બાયોડિઝલના નામે ભળતા પેટ્રોલિયમ પેદાશનું ગેરકાયદેસર ખરીદવેચાણ અને સંગ્રહ કરતા હોવાથી આ પેઢીની તપાસ મામલતદાર જેતપુર ગ્રામ્ય દ્વારા કરવામાં આવી હતી. આ બંને પેઢી દ્વારા કોઈ પણ પરવાનગી કે લાઈસન્સ વગર ગેરકાયદેસર વેપાર કરવા હોવાનું બહાર આવતા અધિકારીઓએ રૂ. 7.25 લાખનો જથ્થો સ્થગિત કર્યો હતો.

કાગવડના પાટિયા પાસે આવેલા પરશુરામ બાયોડિઝલના નામે ભળતા પેટ્રોલિયમ પેદાશનું ગેરકાયદેસર ખરીદ-વેચાણ અને સંગ્રહ કરતા હોવાથી આ પેઢીની તપાસ મામલતદાર જેતપુર ગ્રામ્ય દ્વારા કરવામાં આવી હતી. આ પેઢી દ્વારા કોઈ પરવાનગી કે લાઈસન્સ વગર ગેરકાયદેસર વેપાર કરતા હોવાથી રૂ. 6,20,800નો જથ્થો સ્થગિત કરવામાં આવ્યો હતો અને આ પેટ્રોલિયમ પેદાશ, કથિત બાયોડિઝલના નમૂના લઈને એફએસએલમાં મોકલવામાં આવ્યા, જ્યાં આ નમૂના ફેલ જતાં પવન બાયોડિઝલના માલિક શોએબ સલીમભાઈ સોલંકી અને પરશુરામ બાયોડિઝલના માલિક ગિરીશ હરસુખભાઈ ઠાકર વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955ની કલમ-3 અને 7 તથા આઈપીસી કલમ 285 મુજબ જેતપુર ગ્રામ્ય મામલતદારે વીરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

ABOUT THE AUTHOR

...view details