ETV Bharat Gujarat

ગુજરાત

gujarat

ETV Bharat / city

સર્વે: ટ્રાઇકોટિલોમેનિયામાં દર્દીને વાળ તોડતાં પહેલાં સ્ટ્રેસનો અનુભવ થાય છે - Patients with trichotillomania experience stress before hair breakage

રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ટ્રાઇકોટિલોમિયા અંગે સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ટ્રાઇકોટિલોમિયાનો રોગ બાળકોમાં જોવા મળે છે. જેમાં બાળકને વાળ ખેંચવાની ટેવ હોય છે, આ વિકૃતિને મનોવિજ્ઞાનની ભાષામાં ‘ટ્રાઇકોટિલોમેનિયા’ કહે છે.

ટ્રાઇકોટિલોમેનિયામાં દર્દીને વાળ તોડતાં પહેલાં સ્ટ્રેસનો અનુભવ થાય છે
ટ્રાઇકોટિલોમેનિયામાં દર્દીને વાળ તોડતાં પહેલાં સ્ટ્રેસનો અનુભવ થાય છે
author img

By

Published : Jul 25, 2021, 4:36 PM IST

Updated : Jul 25, 2021, 8:47 PM IST

  • દર્દીને વાળ તોડતાં પહેલાં સ્ટ્રેસનો અનુભવ
  • આ વિકૃતિને મનોવિજ્ઞાનની ભાષામાં ‘ટ્રાઇકોટિલોમેનિયા’ કહે છે
  • ટ્રાઇકોટિલોમિયા એ એક પ્રકારનું આવેગ નિયંત્રણ છે

રાજકોટ: ટ્રાઇકોટિલોમિયા(Trichotillomania ) એ એક પ્રકારનું આવેગ નિયંત્રણ છે. આ પ્રકારની બીમારીમાં રોગીને પોતાના વાળને ખેંચવાની પ્રવૃત્તિ એ આવેગ નિયંત્રણની વિકૃતિ છે. ટ્રાઇકોટિલોમેનિયામાં દર્દીને વાળ તોડતાં પહેલાં સ્ટ્રેસનો અનુભવ થાય છે, પણ તોડવાની પ્રક્રિયા દરમિયાન અને પછી એને ખૂબ રાહતની લાગણી થાય છે. આ રાહતનો આનંદ એને વારંવાર વાળ તોડવાની પુનરાવર્તિત ક્રિયા તરફ દોરી જાય છે. આ વિકૃતિને મનોવિજ્ઞાનની ભાષામાં ‘ટ્રાઇકોટિલોમેનિયા’ (Trichotillomania )કહે છે.

આ પણ વાંચો-બાળકોને માસ પ્રમોશન બાદ પણ વાલીઓમાં દુવિધા, જાણો શા માટે ?

બાળક સમજ્યા વિના વાળ તોડ્યા કરતું હોય છે

ટીવી જોતી વખતે, જમતી વખતે, અન્ય સાથે વાતો કરતી વખતે બાળક સમજ્યા વિના વાળ તોડ્યા કરતું હોય છે. પાચન સમસ્યાઓ, આવેગાત્મક સમસ્યાઓ જોવા મળે છે તેમજ સામાજિક સંબંધો અને મિત્રો કે અન્ય સાથે સામાજિક સંપર્ક જાળવવામાં ગંભીર મુશ્કેલીઓ થાય છે. તેઓ ઘણીવાર મજાકનો શિકાર બને છે. જે 4 ટકા જેટલી વસ્તીને અસર કરી શકે છે.

પુરુષો કરતાં સ્ત્રીઓમાં 4 ગણી વધુ અસર થાય છે

આ બીમારીની પુરુષો કરતાં સ્ત્રીઓમાં 4 ગણી વધુ અસર થાય છે. આ તકલીફ તરુણાવસ્થામાં ખાસ કરીને 17 વર્ષથી નાનાં બાળકોમાં જોવા મળે છે. લગભગ 20ટકા લોકો કે જે ટ્રાઇકોટિલોમેનીયા(Trichotillomania ) ધરાવે છે. વાળને કાઢીને તેને પછી વાળ ખાય છે. તેને 'ટ્રાઇકોફેગિયા' કહેવામાં આવે છે.

in article image
ટ્રાઇકોટિલોમેનિયાના દર્દીને વાળ તોડતાં પહેલાં સ્ટ્રેસનો અનુભવ થાય છે

કોઈ બીજી રીતે પણ જાતને નુકસાન પહોંચાડવાની ટેવો હોય છે

તે પાચનક્રિયાની સમસ્યાઓ પેદા કરી શકે છે. એ ક્યારેક ગુસ્સામાં દિવાલ પર માથું પછાડે છે તેમજ નખ કરડે, જ્યાં ને ત્યાં શરીર પર વધુ પડતું ખંજવાળવાનું કે ખોતરવાનું વર્તન પણ દેખાય છે. કોઈ બીજી રીતે પણ જાતને નુકસાન પહોંચાડવાની ટેવો હોય છે.

ટ્રાઇકોટિલોમેનિયાવાળાની જીવનની ગુણવત્તા ઓછી હોય છે

ટ્રાઇકોટિલોમેનિયાવાળા કેટલાક લોકોને ચિંતા, ધ્યાન, હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર (એડીએચડી) અને હતાશા, બાધ્યતા મનોગ્રસ્તિ વિકાર (OCD)માં સમાવેશ કર્યો છે. ટ્રાઇકોટિલોમેનિયા(Trichotillomania )વાળાની જીવનની ગુણવત્તા ઓછી હોય છે.

માતા-પિતાએ શું કરવું જોઈએ?

માતા-પિતાએ તેમના બાળકનું નિરીક્ષણ કરવું, તેનામાં કોઈ એવી વિકૃતિના લક્ષણો જણાય તો તરત જ કોઈ ચિંતા કે ગભરાહટ વગર મનોવૈજ્ઞાનિકનો સંપર્ક કરવો જેથી યોગ્ય સારવાર કરી શકાય અને વિકૃતિને દૂર કરી શકાય.

ટ્રાઇકોટિલોમેનિયાના દર્દીને વાળ તોડતાં પહેલાં સ્ટ્રેસનો અનુભવ થાય છે

આ પણ વાંચો-સર્વે: વેકસીનોફોબિયા (વેકસીનનો ભય) અને ઝયૂસોફોબિયા (ભગવાનનો ભય) એકબીજા સાથે જોડાયેલા છે

સારવાર

  • કેટલાક લોકો જાણતા નથી હોતા કે તે એક માનસિક વિકૃતિ છે તેઓ એવું સમજે છે કે, વાળ ખેંચવી એ કોઈ ખરાબ ટેવ છે તેમજ અન્ય કારણોસર સારવાર લેવાનું ટાળે છે. છતાં જાગૃત વ્યક્તિ મનોવૈજ્ઞાનિકનો સંપર્ક કરે છે.
  • હિપ્નોથેરાપી અને બીહેવીયર થેરાપીથી અચેતન માનસની ભય ગ્રંથિઓને દૂર કરી તેની સારવાર કરવામાં આવે તો મોટાપ્રમાણમાં ફાયદો થાય છે.
  • ટેવ રીવર્સલ થેરાપી (એચઆરટી), જે એક પ્રકારની બીહેવીયર થેરાપી છે, તે ટ્રાઇકોટિલોમિયાની સારવારમાં અસરકારક છે.
  • એચઆરટીમાં પાંચ તબક્કાઓ શામેલ છે. જેમ કે, સ્વ જાગૃતિની તાલીમ, વ્યક્તિ વાળ ખેંચવાની વર્તણૂકને અલગ વર્તણૂકથી બદલવાની પ્રેક્ટિસ, વ્યક્તિને અન્ય પ્રવૃત્તિઓ અને વર્તનમાં વ્યસ્ત રાખવું, પરિવારના સભ્યો અને મિત્રો દ્વારા પ્રેરણા અને પ્રોત્સાહન આપવું, રાહત તાલીમ એટલે કે વ્યક્તિ ધ્યાન અને ઊંડા શ્વાસોશ્વાસની ક્રિયા કરાવવી, સામાન્યીકરણ તાલીમ એટલે કે વ્યક્તિ વિવિધ પરિસ્થિતિઓમાં તેમની નવી કુશળતા અંગે શીખવાનો પ્રયાસ કરાવવાથી વિકૃતિને દૂર કરી શકાય છે.
  • એચઆરટી ઘણીવાર અસરકારક છે અને મોટા ભાગના કિસ્સાઓમાં તે પ્રથમ લાઇનની સારવાર છે. છ-સાત વર્ષની ઉંમર પહેલાં જો વિકૃતિ દેખાય તો સારવાર ઝડપથી થઈ શકે છે. તેર વર્ષની ઉંમર પછી આ વિકૃતિ દેખાય તો તેની સારવાર લાંબી ચાલે છે.
Last Updated : Jul 25, 2021, 8:47 PM IST

ABOUT THE AUTHOR

...view details