- કોરોનાની બીજી લહેર બાદ અન્ય રોગોનો પગ પેસારો
- કોરોના બાદ દર્દીઓના ફૂલી રહ્યા છે હૃદય
- રાજકોટમાં અલગ અલગ હોસ્પિટલમાં 70થી વધુ કેસ નોંધાયા
રાજકોટ:કોરોનાની બીજી લહેર દરમિયાન ઘણા બધા અન્ય રોગો પણ સામે આવ્યા હતા. જેમાં મ્યુકરમાઇકોસિસ, MIS ( મલ્ટી સિસ્ટમ ઇફ્લેમેટરી સિન્ડ્રોમ) સહિતના જીવલેણ ગંભીર રોગો સામે આવ્યા હતા. આ ઉપરાંત, કોરોનાના કારણે મોટાભાગના દર્દીઓના શરીરના અલગ અલગ અંગો પર વિવિધ અસરો પણ જોવા મળી હતી, જ્યારે કેટલાક દર્દીઓના ઓર્ગન કામ કરતા બંધ થયા હતા. આ બાદ વધું એક બિમારી સામે આવી છે. કોરોના થયા બાદ કેટલાક દર્દીઓના હૃદય 15થી 25 ટકા જેટલા ફૂલી ગયા છે. રાજકોટમાં આ પ્રકારના અલગ અલગ હોસ્પિટલમાં 70થી વધુ કેસ જોવા મળ્યા છે.
કોવિડ દર્દીઓના હૃદય 15થી 25% જેટલું ફૂલ્યા
સામાન્ય રીતે જ્યારે કોઈ માણસને હાર્ટ અટેક આવે છે, ત્યારબાદ તેની સારવાર પછી આ પ્રકારનું હૃદય 15થી 25% જેટલું ફુલવાની ઘટના સામે આવતી હોય છે, પરંતુ હવે કોરોના થયા બાદ કેટલાક દર્દીઓમાં હૃદય ફૂલી જવાની ઘટના સામે આવી છે. જેમાં બાળકોનો પણ સમાવેશ થયો છે. પોસ્ટ કોવિડ હાર્ટ અટેકનું પ્રમાણ પણ 30થી 45વર્ષના યુવાનોમાં વધ્યું છે. જો કે આ યુવાનોને આવતા હાર્ડ અટેકમાં જે રેગ્યુલ જોવા મળતા અટેક આવવાના લક્ષણો નહોતા. કોરોના બાદ આવતા હાર્ડ અટેકમાં પાછળ શરીરનો ઇન્ફલામેન્ટરી રિસ્પોન્સ જવાબદાર છે. જેનાથી લોહી ગંઠાઈ જાય છે અને હાર્ડ અટેક આવે છે, જ્યારે આ નવા પ્રકારના કેસમાં આવું કઈ જોવા મળ્યું નથી.