રાજકોટ: વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી (Paresh Dhanani Former Leader of Opposition )આજે રાજકોટ (Paresh Dhanani in Rajkot)ખાતે કોંગ્રેસના કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઉપસ્થિત રહ્યાં હતાં. કોંગ્રેસ દ્વારા શહેરમાં ડિજિટલ સભ્યો અભિયાન અંતર્ગત કાર્યક્રમ (Rajkot Congress Digital Member Registration )યોજવામાં આવ્યો હતો. જેમાં શહેર કોંગ્રેસના આગેવાનો તેમજ જિલ્લા કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં અને આગામી ચૂંટણીને લઈને વિશેષ ચર્ચાઓ કરી હતી.
ધાનાણીએ નરેશ પટેલ અંગે આપ્યું નિવેદન
કોંગ્રેસના (Paresh Dhanani in Rajkot)કાર્યક્રમ દરમ્યાન મીડિયા સાથેની વાતચીતમાં પરેશ ધાનાણીએ હાર્દિક પટેલ દ્વારા તાજેતરમાં નરેશ પટેલને કોંગ્રેસ પક્ષમાં આવવા માટેનું આમંત્રણ માટે લેટર લખવામાં આવ્યો છે તે અંગે જણાવ્યું હતું કે Paresh Dhanani On Naresh Patelજે પણ લોકોને કોંગ્રેસના માધ્યમથી સમાજની સેવા કરવી છે તે તમામ લોકો આવકાર્ય છે. આમ કહીને પરેશ ધાનાણીએ પણ નરેશ પટેલની કોંગ્રેસમાં આવવા માટેનું આમંત્રણ પાઠવ્યું હતુ. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ દ્વારા નરેશ પટેલને લેટર લખવામાં આવતાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ત્યારે પરેશ ધાનાણીએ પણ આજે નરેશ પટેલને કોંગ્રેસ પક્ષમાં આવવા માટે આમંત્રણ પાઠવ્યું હતું.