- રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની પાઇપલાઇન તૂટી
- કોરોના દર્દીઓની હાલત દયનીય
- આરોગ્ય સેવાની ગુણવત્તામાં થયો ઘટાડો
રાજકોટ : આજે એકાએક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની પાઇપલાઇન તૂટી ગઈ હતી. જેને લઈને થોડા સમય માટે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ઓક્સિજનની પાઇપલાઇન તૂટતાં હોસ્પિટલ તંત્ર દ્વારા લિકેજની જગ્યા પર કપડાનો પટ્ટો બાંધવામાં આવ્યો હતો. તાત્કાલિક ઓક્સિજન લાઈન રિપેર કરવાની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, પરંતુ હાલ કોરોનાના દર્દીઓ મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલમાં દાખલ હોય અને આ પ્રકારની ઘટના સામે આવતા આરોગ્ય તંત્ર પર સવાલો ઉભા થઇ રહ્યા છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની પાઇપલાઇન તૂટી આ પણ વાંચો -અમદાવાદમાં હૃદય હોસ્પિટલ ઓક્સિજન બ્લાસ્ટ: હોસ્પિટલ તંત્રની પોલ ખુલ્લી, પાર્કિંગ પ્લોટમાં જ ગોઠવ્યા હતા સિલિન્ડર
કપડાના સહારે ઓક્સિજનની પાઇપલાઇન
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અચાનક ઓક્સિજનની પાઇપલાઇન તૂટી જતા થોડા સમય માટે દર્દીઓનો જીવ અધ્ધર તાલ ચડ્યો હતો. જો કે, હોસ્પિટલ તંત્ર દ્વારા આ લિકેજ પર તાત્કાલિક કપડાનો પટ્ટો બાંધી દેવામાં આવ્યો હતો. જેને લઈને થોડા સમય માટે ઓક્સિજન લિકેજ થતું અટકી શકે. હાલ કોરોનાની કપરી પરિસ્થિતિમાં ઓક્સિજનની ખૂબ જરૂરિયાત હોય ત્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવતા તંત્ર પણ ગંભીર સ્થિતિમાં મૂકાઇ ગયું હતું.
આ પણ વાંચો -સુરતના એક વેપારીએ લોકોની સમસ્યા જોઈ તેમને ઓક્સિજનની નાની બોટલ નિ:શુલ્ક આપવાનો નિર્ણય કર્યો