- જામનગરના એક યુવાનના અવસાન બાદ પરિવાજનોએ અંગો દાન કરવાનો નિર્ણય લીધો
- જામનગરના દિપક ત્રિવેદી નામના યુવાને અવસાન બાદ કુલ છ અંગોનું દાન કર્યું
- યુવાનના પિતાએ કહ્યું દિપકના અંગો જે તે વ્યક્તિના જીવનમાં દિપક જેવો પ્રકાશ ફેલાવશે
રાજકોટઃ મૂળ જામનગરમાં અને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં(Private hospital Rajkot) બ્રેનડેડ જાહેર થયેલા યુવાનના પરીવારજનોએ મોત બાદ પુત્રના અંગોને દાન(Donate organs) કરવાનો નિર્ણય કર્યો છે. જ્યારે આ બ્રેનડેડ યુવાનના મોત બાદ હૃદય, બે કિડની, બે આંખ અને લીવર મળીને કુલ છ અંગોનું દાન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદની સિમ્સ હોસ્પિટલ(Sims Hospital Ahmedabad) દ્વારા યુવાનનું હૃદય લઈ જવામાં આવ્યું છે. જ્યારે આ ધબકતું હૃદય સાડા છ મિનીટમાં એરપોર્ટ પહોંચાડ્યું હતું અને ત્યાંથી બાય એર અમદાવાદ રવાના કર્યું હતું.
ગઈકાલે યુવાનને બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યો હતો
જામનગરમાં રહેતા દિપક ત્રિવેદી નામના યુવાનને ઘરે અચાનક માથું દુખવું અને ઊલટીઓ થવા લાગી હતી. ત્યારે બાદ દીપકને જામનગર અને ત્યાંથી રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં(Synergy Hospital Rajkot) દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ડૉ. દ્વારા દીપકને બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યો હતો. જો કે યુવાનને બ્રેનડેડ જાહેર કરવામાં આવતા તેમના પરિવારજનો પર જાણે આભ ફાટ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે પરિવારજનો દ્વારા દીપકને મૃત્યુ બાદ પણ તે અન્ય લોકોમાં જીવશે તેવી આશાએ તેના અંગોનું દાન(donate organs rajkot) કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ખરેખર દીપકે પોતાના નામ જેવું જ કાર્ય કર્યું: પિતા