ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં 100 ટકા Corona Vaccinationનો દાવો ખોટો, વિપક્ષનો આક્ષેપ - રાજકોટ મેયર ડો. પ્રદિપ ડવ

રાજકોટમાં કોરોનાની વેક્સિનના પ્રથમ ડોઝનું 100 ટકા વેક્સિનેશન (Corona Vaccination) પૂર્ણ થયું છે. ત્યારે શહેરમાં 100 ટકા વેક્સિનેશન અંગે કોંગ્રેસના નેતાએ આક્ષેપ કર્યા હતા. તેમણે મહાનગરપાલિકાના (Municipal Corporation) આ દાવાને ખોટો ગણાવ્યો હતો. તો રાજકોટના મેયરે (Rajkot Mayor) પણ કોંગ્રેસના આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.

રાજકોટમાં 100 ટકા Corona Vaccinationનો દાવો ખોટો, વિપક્ષનો આક્ષેપ
રાજકોટમાં 100 ટકા Corona Vaccinationનો દાવો ખોટો, વિપક્ષનો આક્ષેપ

By

Published : Nov 24, 2021, 10:25 AM IST

  • રાજકોટમાં 100 ટકા લોકોને કોરોનાની વેક્સિનનો (Corona Vaccine) પ્રથમ ડોઝ અપાયો
  • રાજકોટમાં 100 ટકા કોરોના વેક્સિનેશનના (Corona Vaccination) દાવાને કોંગ્રેસે ખોટો ગણાવ્યો
  • રાજકોટના મેયરે (Rajkot Mayor) પણ કોંગ્રેસના આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા

રાજકોટઃ શહેરમાં કોરોનાની વેક્સિનના પ્રથમ ડોઝનું 100 વેક્સિનેશન (Corona Vaccination) થયું છે. ત્યારે શહેરમાં 100 ટકા વેક્સિનેશનને અંગે કોંગ્રેસના નેતા ડો. હેમાંગ વસાવડા (Congress leader Dr. Hemang Vasavada)એ આક્ષેપો કરી પ્રથમ ડોઝના 100 ટકા વેક્સિનેશન (Corona Vaccination) દાવાને ખોટો જણાવ્યો છે. જ્યારે મહાનગરપાલિકા દ્વારા ખોટી રીતે સર્ટિફિકેટ આપીને 100 ટકા વવેકસીનેનન કરાયું હોવાનું તેમણે જણાવ્યું હતું. બીજી તરફ રાજકોટના મેયરે (Rajkot Mayor)કોંગ્રેસના આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમ જ કોઈની પાસે આવું ખોટું સર્ટિફિકેટ (Fake Certificate) હોય તો કોંગ્રેસ અમારી પાસે લઈને આવે અમે આ મામલે યોગ્ય કાર્યવાહી કરશું તેવું મેયર દ્વારા જણાવવામાં આવ્યું છે.

રાજકોટના મેયરે (Rajkot Mayor) પણ કોંગ્રેસના આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા

આ પણ વાંચો-Corona Vaccination Mega Camp: ધોરાજીમાં લઘુમતી સમાજના લોકોએ ગેરમાન્યતા ભૂલી લીધી કોરોનાની વેક્સિન

100 વેક્સિનેશનનો મહાનગરપાલિકાનો દાવો ખોટો: કોંગ્રેસ

રાજકોટ શહેર કોંગ્રેસના નેતા ડો. હેમાંગ વસાવડાએ આક્ષેપો કર્યો હતો કે, મહાનગરપાલિકા દ્વારા રાજકોટમાં 100 ટકા કોરોના વેક્સિનેશનના (Corona Vaccination) પ્રથમ ડોઝનું થયું છે. તેવી જાહેરાત કરવામાં આવે છે, પરંતુ ખરેખરમાં આ દાવો ખોટો છે. જ્યારે કોર્પોરેશને ડમી સર્ટિફિકેટ (Dummy certificate) જનરેટ કરીને 100 ટકા વેક્સિનેશન સાઈટ ઉપર દર્શાવવામાં આવી રહ્યું છે. ખરેખરમાં રાજકોટમાં ઘણાં બધાં લોકોને મહાનગરપાલિકા (Municipal Corporation) દ્વારા કોરોનાની વેક્સિન (Corona Vaccine) આપવામાં આવી નથી. જ્યારે મનપા દ્વારા 100% વેક્સિનેશન કર્યાની જાહેરાત કરવામાં કરવામાં આવે છે પરંતુ હકીકતમાં આ પ્રકારની કામગીરી કરાઈ જ નથી. સરકાર અને મનપા તંત્ર ગુમરાહ કરવાની કામગીરી કરી રહી છે. રાજકોટમાં કોંગ્રેસ દ્વારા 100 વેક્સીન મામલે આક્ષેપ કરવામાં આવતા રાજકારણ ગરમાયું છે.

આ પણ વાંચો-જો જો, કોરોના વેક્સિનના બે ડોઝ ન લીધા હોય તો સુરતમાં આ સ્થળે 'NO ENTRY'

મારા ધ્યાને આવું કોઈ સર્ટિફિકેટ આવ્યું નથી: મેયર

આ સમગ્ર મામલે રાજકોટના મેયર ડો. પ્રદીપ ડવે (Rajkot Mayor Dr. Pradip Dav) આ અંગે જણાવ્યું હતું કે, આ આક્ષેપો પાયાવિહોણા છે. ખરેખર રાજકોટમાં કોરોના વેક્સિનેશન (Corona Vaccination) પ્રથમ ડોઝનું (First Dose) 100 ટકા વેક્સિનેશન કરવામાં આવ્યું છે. જ્યારે અત્યાર સુધીમાં શહેરમાં 11 લાખ 65 હજાર લોકોએ કોરોના વેક્સિન લીધી છે અને હજી પણ લોકો શહેરીજનો મોટા પ્રમાણમાં કોરોનાની વેક્સિન (Corona Vaccine) વધુમાં વધુ પ્રમાણમાં લઈ રહ્યા છે. જ્યારે કોંગ્રેસના આક્ષેપ મુજબ, ખરેખરમાં આવું કોઈ ડમી સર્ટીફીકેટ (Dummy Certificate) હોય તો કોંગ્રેસ અમારી લઈને આવે અમે આ મામલે તપાસ કરીને કાર્યવાહી કરીશું.

ABOUT THE AUTHOR

...view details