ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટ એઇમ્સમાં ડિસેમ્બરમાં OPD શરૂ કરવા તંત્રની તૈયારી

રાજકોટની એઇમ્સના નિર્માણ સાથે દર્દીઓ માટે અનેક સુવિધાઓ વધારવામાં આવી રહી છે. ત્યારે, એઇમ્સ હોસ્પિટલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર દ્વારા OPD શરૂ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. આ બાબતે જિલ્લા કલેક્ટર રૈમ્યા મોહને મીડિયા સમક્ષ વાત કરીને માહિતી આપી હતી.

રાજકોટ એઇમ્સમાં ડિસેમ્બરમાં OPD શરૂ કરવા તંત્રની તૈયારી
રાજકોટ એઇમ્સમાં ડિસેમ્બરમાં OPD શરૂ કરવા તંત્રની તૈયારી

By

Published : Jun 17, 2021, 4:03 PM IST

  • રાજકોટમાં 1200 કરોડના ખર્ચે એઇમ્સનું નિર્માણ
  • દર્દીઓ માટે અનેક સુવિધાઓ વધારવામાં આવી
  • એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર દ્વારા OPD શરૂ કરવા નિર્ણય

રાજકોટઃશહેરના ભાગોળે જામનગર રોડ પર અંદાજીત 1200 કરોડના ખર્ચે એઇમ્સનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે, એઇમ્સના નિર્માણ સાથે અહીં સારવાર લેવા આવનાર દર્દીઓ માટે પણ અનેક સુવિધાઓ વધારવામાં આવી રહી છે. એઇમ્સ હોસ્પિટલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર દ્વારા OPD શરૂ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. એઇમ્સ હોસ્પિટલના પ્લાન અને રોડને લઈને કામગીરી ચાલી રહી છે. ત્યારે, એઇમ્સને લઈને ડિસેમ્બરમાં OPD શરૂ કરવા માટે તૈયારી પુરજોશમા ચાલી રહી છે. આથી, OPD શરૂ થતા જ ગુજરાત અને નજીકના રાજ્યોને સરળતાથી લાભ મળી શકશે.

રાજકોટ એઇમ્સમાં ડિસેમ્બરમાં OPD શરૂ કરવા તંત્રની તૈયારી

આ પણ વાંચો:રાજકોટ એઇમ્સના નિર્માણ સાથે ખંડેરીમાં બનશે સેટેલાઈટ રેલવે સ્ટેશન

ત્રીજી લહેરને લઈને પહોંચી વળવા તંત્ર સજ્જ

જિલ્લા કલેક્ટર રૈમ્યા મોહને મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, તંત્ર ત્રીજી લહેરને લઈને ઓક્સિજન પ્લાન્ટ અને બેડની વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી રહી છે. બાળકો માટે જરૂરી વેન્ટિલેટરની માંગણી પણ કરવામાં આવી છે. પેડિયાટ્રિક તબીબી એસોસિએશન સાથે બેઠક પણ કરવામાં આવી છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બેડ વધારવામાં આવશે. બાળકોના વેન્ટિલેટર માટે રાજ્ય સરકાર પાસે માંગણી કરવામાં આવી છે. જેમા 200 બેડ બાળકો માટે સરકારી હોસ્પિટલમાં રાખવામાં આવશે. ત્યારે કોરોનાની ત્રીજી લહેરને લઈને પૃર્વ તૈયારીની ભાગરૂપે તંત્ર સજ્જ થયું છે.

આ પણ વાંચો:એઇમ્સ રિવ્યુ બેઠકઃ ખંડેરી રેલવે સ્ટેશનનો વિકાસ, ગ્રીન કોરિડોર બનાવાશે

રાજકોટ એઇમ્સનું કામ પૂર ઝડપે

રાજકોટ જિલ્લા કલેક્ટર રૈમ્યા મોહને પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ રાજકોટ એઇમ્સનું કામ પૂર ઝડપથી થઈ રહ્યું છે. ત્યારે, એઇમ્સ પ્રોજેકટ રાજકોટની પ્રથમ પ્રાથમિકતા રહેશે. એઇમ્સ રાજકોટના બનશે એટલે રાજકોટ સહિત અન્ય જિલ્લાઓ અને રાજ્યોના દર્દીઓ અહીં સારવાર માટે આવશે. આથી, આ દર્દીઓને યોગ્ય સુવિધાઓ મળે તે માટે ખંડેરી નજીક રેલવે સ્ટેશન પણ બનાવવા આવશે.

ABOUT THE AUTHOR

...view details