- રાજકોટની AIIMSમાં OPD શરૂ થશે
- ડિસેમ્બર મહિનામાં શરૂ થશે OPD
- મેડિકલ કૉલેજ ચાલુ થઈ ચૂકી છે
રાજકોટ AIIMSમાં આગામી ડિસેમ્બરથી OPD શરૂ થશે
રાજકોટઃ શહેરમાં આવેલી ગુજરાતની પ્રથમ AIIMS હોસ્પિટલમાં આગામી ડિસેમ્બરથી OPD શરૂ કરવામાં આવશે. જેથી દર્દીને સેવાઓ મળી રહેશે. આ સમગ્ર મામલે તાજેતરમાં જ કલેક્ટર કચેરીમાં યોજાયેલી સમિક્ષા બેઠકમાં AIIMSના અધિકારીઓએ માહિતી આપી હતી.
આ પણ વાંચોઃરાજકોટમાં નિર્માણ થનાર AIIMSનું બિલ્ડીંગ કેવું હશે..?, જુઓ તસવીર
AIIMSમાં આગામી ડિસેમ્બરથી OPD શરૂ થશે
હાલ બિલ્ડીંગ માટેની કામગીરી હાથ ધરાઈ છે, તે પૂર્ણ થવામાં સમય લાગશે પરંતુ તે પહેલાં મેડિકલ કૉલેજ ચાલુ થઈ ચૂકી છે, ત્યારે દર્દીઓના નિદાન સારવારની કામગીરી પણ કરવામાં આવશે. જે દર્દીઓને વધુ સારવારની જરૂર હશે, તેમને હાલના તબક્કે સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવશે.
વડાપ્રધાને ભૂમિ પૂજન કર્યું હતું
ગુજરાતની પહેલી AIIMS રાજકોટને ફાળવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂમિ પૂજન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, તંત્ર દ્વારા 2022મા આ સંસ્થા કાર્યરત કરી દેવામાં આવશે.