- રાજકોટ AIIMSનું કાર્ય પુર જોશમાં
- ડિસેમ્બરથી OPD શરૂ કરાશે
- મુખ્યપ્રધાને સૂચના આપી કે, તાકીદે AIIMS પ્રોજેક્ટનું કામ પૂર્ણ કરવામાં આવે
રાજકોટ : ગુજરાતમાં રાજકોટ એક માત્ર AIIMS મળી છે, ત્યારે હાલ કોરોનાની કપરી પરિસ્થિતિમાં પણ AIIMSનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જેને લઇને મંગળવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજકોટના જિલ્લા કલેક્ટર, મનપા કમિશનર સહિતના અધિકારીઓની સમીક્ષા બેઠક બોલાવી હતી. તેમજ આ AIIMS નિર્માણનું કામ ક્યાં સુધી પહોંચ્યું તે અંગેની ચર્ચાઓ કરવામાં આવી હતી. જ્યારે અધિકારીઓને મુખ્યપ્રધાને સૂચના પણ આપી હતી કે, તાકીદે AIIMS પ્રોજેક્ટનું કામ પૂર્ણ કરવામાં આવે, જ્યારે રાજકોટ AIIMS માટેની મેડિકલ કોલેજ પણ સિવિલ હોસ્પિટલમ ખાતે શરૂ કરવામાં આવી છે. તેમજ આગામી ડિસેમ્બર સુધીમાં AIIMSમાં OPD પણ શરૂ કરવાની તૈયારી દર્શાવામાં આવી છે.
ડિસેમ્બરથી રાજકોટ એઇમ્સમાં ઓપીડી શરૂ કરવામાં આવશે આ પણ વાંચો : રાજકોટ AIIMSમાં આગામી ડિસેમ્બરથી OPD શરૂ થશે
AIIMS પરિષદમાં કુલ 22 જેટલી બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવશે
રાજકોટના પરાપીપળીયા ખાતે હાલ AIIMSનું નિર્માણ પૂરજોશમાં થઇ રહ્યું છે, ત્યારે આગામી ડિસેમ્બરમાં OPD પણ શરૂ કરવાની પણ તૈયારીઓ જોવા મળી રહી છે. રાજકોટમાં AIIMS માટે મેડિકલ કોલેજ પણ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી છે. પરાપીળિયા ખાતે નિર્માણ AIIMS પરિષદમાં કુલ 22 જેટલી બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવશે. જોકે AIIMSની મુખ્ય બિલ્ડીંગ બને તે પહેલાં જ અહીં OPD શરૂ થઈ જશે. જેને લાઈને આગામી સમયમાં રાજકોટવાસીઓને આ AIIMSના નિષ્ણાંત તબીબોની સેવા પણ મળશે.
આ પણ વાંચો : રાજકોટમાં નિર્માણ થનાર AIIMSનું બિલ્ડીંગ કેવું હશે..?, જુઓ તસવીર
મુખ્યપ્રધાનની સત્તત દેખરેખ હેઠળ AIIMS પ્રોજેક્ટ
ગુજરાતને જ્યારથી પ્રથમ AIIMS મળી છે, ત્યારથી જ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સતત આ પ્રોજેક્ટ પર દેખરેખ રાખી રહ્યા છે. કોરોનાની કપરી પરિસ્થિતિમાં મજૂરોની અછત હોવા છતાં પણ AIIMSની કામગીરી મંદ ગતિએ શરૂ રહી હતી, પરંતુ હવે ધીમે ધીમે કોરોના પોઝિટિવ કેસ કાબૂમાં આવી રહ્યા છે, ત્યારે AIIMSની કામગીરી પુરજોશમાં જોવા મળી રહી છે. જેને લઇને વિજય રૂપાણી દ્વારા એક સમીક્ષા બેઠક પણ યોજવામાં આવી હતી. તેમજ રાજકોટ AIIMSનો પ્રોજેક્ટ ક્યાં સુધી પહોંચ્યો તે અંગેની માહિતી પણ સીએમ દ્વારા મેળવવામાં આવી હતી. જ્યારે અધિકારીઓને પણ જરૂરી માર્ગદર્શન દ્વારા આપવામાં આવ્યું હતું.