ગુજરાત

gujarat

ETV Bharat / city

શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાજરી પૂરાશે ઓનલાઈન

રાજકોટઃ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા નવા સત્રથી શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી પુરવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લામાં આવેલી અંદાજે 280 માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સરકારી શાળાઓના 6 હજાર જેટલા શિક્ષકો અને 1 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓની આગામી નવા સત્રથી ઓનલાઈન હાજરી પુરાશે.

શિક્ષણ વિભાગે લીધો મહત્વનો નિર્ણય

By

Published : May 21, 2019, 5:16 AM IST

રાજ્યમાં આગામી દિવસોમાં શાળા કોલેજોનું નવું સત્ર શરૂ થનાર છે. ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જેમાં આગામી સત્રથી સરકારી શાળાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી પુરવામાં આવશે. આ અંગે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી આર.એસ. ઉપાધ્યાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બન્ને મળીને કુલ 280 જેટલી શાળાઓ આવેલી છે. જેમાં અંદાજે 6 હજાર શિક્ષકો અને 1 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓ છે. જે તમામની આગામી સત્રથી ઓનલાઈન હાજરી પુરવામાં આવશે. રાજ્ય સરકારના ઓનલાઈન હાજરીના નિર્ણયથી ગુટલીબાજ શિક્ષકો ઝડપાશે તેમજ વિદ્યાર્થીઓ પણ નિયમિત શાળાએ આવશે.

ABOUT THE AUTHOR

...view details