- રાજ્યમાં શૈક્ષણિક શત્રનો પ્રાંરભ કરવામાં આવ્યો
- ઓનલાઈન ક્લાસ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવી રહ્યું છે શિક્ષણ
- દરેક વિદ્યાર્થીઓને ઘરે પાઠ્યપુસ્તક પહોંચાડવામાં આવ્યા
રાજકોટ: કોરોનાકાળ વચ્ચે ગુજરાત રાજ્યના નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઇ ગયો છે. શાળાઓ દ્વારા પણ હવે ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. જેનો મોટાભાગના વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. રાજકોટ જિલ્લામાં પણ ઓનલાઈન શિક્ષણ સરકારી તેમજ ખાનગી શાળાઓમાં કરવામાં આવ્યું છે. જ્યારે ઓનલાઈન શિક્ષણ નહિ લઈ શકતા વિદ્યાર્થીઓ માટે પણ રાજકોટમાં શાળાઓ દ્વારા અનેક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે જેના કારણે કોઈ પણ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહી જાય.
શિક્ષકો દ્વારા ઘરે જઈને અપાય છે શિક્ષણ
શાળાઓ શરૂ થતાં સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ ઓનલાઈન શિક્ષણ આપવામાં આવે છે. જ્યારે જે વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ લેવામાં સક્ષમ નથી એવા વિદ્યાર્થીઓને શાળાઓના શિક્ષકો દ્વારા ઘરે જઈને શિક્ષણ આપવામાં આવે છે અથવા તે વિસ્તારમાં શિક્ષિત વ્યક્તિ પાસેથી આવા બાળકોને ભણવા માટેની વ્યવસ્થા ગોઠવામાં આવે છે. જેમાં કારણે આ બાળકો પણ શિક્ષણથી વંચિત ન રહી જાય.
આ પણ વાંચો : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સર્વે: કોરોના પછી લોકોમાં નબળાઈનો વિકૃત ભય વધ્યો