રાજકોટઃ હાલમાં ટેકનોલોજીના યુગમાં હવે ઓનલાઈન છેતરપિંડીના બનાવમાં વધારો (Increase in cyber crime in Rajkot) થઈ રહ્યો છે. ત્યારે આવી જ એક ઘટના રાજકોટમાં સામે આવી છે, જેમાં ડિજિટલ કરન્સી એટલે કે, ટ્રોનમાં અલગ અલગ રોકાણકારો પાસે કરાવીને તેમની (Fraud through a website called Cybertron) સાથે છેતરપિંડીના મામલામાં રાજકોટ ક્રાઈમબ્રાન્ચે 2 આરોપીની ધરપકડ (Rajkot Crime Branch arrested the accused) કરી છે. બ્રિજેશકુમાર જગદીશચંદ્ર ગડીયાલી અને કિરણકુમાર વનમાળીદાસ પંચાસરા નામના આરોપીઓ રાજકોટના એડવોકેટને ઓનલાઈન રોકાણ (Online fraud with Advocate in Rajkot) કરાવીને તેમની સાથે છેતરપિંડી કરી હતી. તો આ મામલે ક્રાઈમબ્રાન્ચે 2 આરોપીની ધરપકડ કરી છે અને હજી પણ અન્ય આરોપીઓના નામ ખૂલે તેવી શક્યતા છે. આરોપીઓ ડિજિટલ કરન્સીમાં ઓનલાઈન રોકાણના નામે લાખો રૂપિયાનું ફુલેકું ફેરવ્યું હોવાનું પણ સામે આવી રહ્યું છે.
આ પણ વાંચો-આફ્રીકન ગેંગનો ભારતમાં આતંક, વડોદરાના વેપારીના રૂપિયા 19 લાખ પડાવ્યા
આરોપીઓએ સાઈબર ટ્રોન નામની વેબસાઈટ ચાલુ કરી હતી
રાજકોટ ક્રાઈમબ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે, આ શખ્સોએ www.cybertron.live નામની એક વેબસાઈટ (Fraud through a website called Cybertron) શરૂ કરી હતી. ત્યારબાદ આરોપીઓએ અલગ-અલગ રોકાણકારોને નાણાની વધુ લાલચ આપીને લલચાવ્યા હતા અને તેમાં ડિજિટલ મેગા ટ્રોન કરન્સીના નામે રોકાણ (Investment in the name of digital mega tron currency) પણ કરાવ્યું હતું. જોકે, આ શખ્સોએ ટ્રોન અને મેગા ટ્રોન રોકાણના નામે અનેક લોકો સાથે પાસે પૈસાનું રોકાણ કરાવ્યું હતું અને ત્યારબાદ આ આ પૈસા બારોબાર ચાંઉ કરી ગયા હતા. જ્યારે રોકાણકારોને તેની સાથે છેતરપિંડીનો બનાવ બન્યા હોવાની જાણ થતાં તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો અને પછી આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું.