રાજકોટઃ સૌરાષ્ટ્રમાં 65,000 હેકટરમાં ડુંગળીનું વાવેતર થયું હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાલ ડુંગળીનો પાક તૈયાર થઇ ગયો હોય ત્યારે તે સૌરાષ્ટ્રના વિવિધ યાર્ડોમાં (Rajkot Gondal Marketing Yard) આવી રહ્યો છે. જ્યારે યાર્ડમાં પણ આ ડુંગળીના પાકના સારા ભાવો મળતા હોવાના કારણે ખેડૂતો હાલ ડુંગળી વેચવાનું પસંદ કરી રહ્યા છે. રાજકોટ યાર્ડની વાત કરવામાં આવે તો છેલ્લા ત્રણ દિવસમાં 22 લાખ કિલો જેટલી ડુંગળીની આવક માત્ર રાજકોટ યાર્ડમાં (Onions Bumber Crop in Gujarat 2021) નોંધાઈ છે. જ્યારે ખેડૂતોને ડુંગળીના મણે રૂ.100થી લઈને રૂ. 450 સુધીના ભાવ જોવા મળી રહ્યા છે એટલે ખેડૂતોને પણ પાકના યોગ્ય ભાવ મળતા હોવાના કારણે મોટા પ્રમાણમાં ડુંગળીનું વેચાણ થઈ રહ્યું છે.
રાજ્યમાં ચાલુ વર્ષે ડુંગળીના પાકમાં વધારો થયો છે જેમાંથી 98 ટકા જેટલી ડુંગળી માત્ર સૌરાષ્ટ્રમાં જ છે. એમાં હવે ખેતરમાં ડુંગળીનો પાક તૈયાર થઈ જતા યાર્ડમાં પણ નવી ડુંગળીની આવકો શરૂ થઈ છે.
ગોંડલ યાર્ડમાં 24 લાખ કિલો ડુંગળી આવી
ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરવામાં આવે તો ગોંડલ યાર્ડમાં (Rajkot Gondal Marketing Yard) છેલ્લા ત્રણ દિવસમાં 24 લાખ કિલો ડુંગળીની આવક (Onions Bumber Crop in Gujarat 2021) નોંધાઇ છે. જ્યારે ડુંગળીના સરેરાશ ભાવની વાત કરવામાં આવે તો મણે રૂ. 300ના ભાવ હાલ ખેડૂતોને મળી રહ્યા છે એટલે કે કિલોના 15 રૂપિયા ડુંગળીના હાલ ખેડૂતોને મળી રહ્યા છે. જે ભાવ ખેડૂતોને પણ વાજબી લાગતા હોય ત્યારે મોટા પ્રમાણમાં ખેડૂતો ડુંગળીનું વેચાણ યાર્ડમાં કરી રહ્યા છે. જ્યારે રાજકોટ અને ગોંડલ યાર્ડમાં મોટા પ્રમાણમાં ડુંગળીની આવક તથા વેપારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
મગફળી વેચવા માટે વાહનોની લાંબી લાઈન
રાજકોટ યાર્ડમાં ડુંગળીની સાથે હાલ મગફળીની ખરીદી (Groundnut MSP 2021) પણ ચાલુ છે. ત્યારે આજે વહેલી સવારે યાર્ડ બહાર 500 જેટલા વાહનોની લાંબી કતાર મગફળી વેચવા માટે જોવા મળી હતી. છેલ્લા 11 દિવસથી રાજકોટના બેડી યાર્ડમાં (Rajkot Gondal Marketing Yard) મગફળીની ખરીદી બંધ રાખવામાં આવી હતી. ત્યારે આજથી વિધિવત રીતે મગફળીની ખરીદીની ( Purchase of peanuts 2021) શરૂઆત કરવામાં આવી છે. ત્યારે મોડી રાતથી જ રાજકોટ જિલ્લાના આસપાસના ખેડૂતો મોટા પ્રમાણમાં પોતાની મગફળીનો પાક વાહનમાં લઈને રાત્રે જ લાઈનમાં ગોઠવાઈ ગયા હતા. ખેડૂતોને સરકારના ટેકાના ભાવ કરતા ખુલ્લી બજારમાં મગફળીના સારા ભાવ મળી (Groundnut MSP 2021) રહ્યા હોવાના કારણે ખેડૂતો ખુલ્લી બજારમાં મગફળી વેચવાનું હાલ પસંદ કરી રહ્યા છે.