રાજકોટ: વૈશ્વિક મહામારી કોરોનાના કારણે વેપારી સાથે ખેડૂતોની હાલત કફોળી બની છે. ડુંગળીનું વાવેતર કરેલા ખેડૂતોને પૂરતો ભાવ મળતો નથી. જેથી ખેડૂતોએ ડુંગળી બાંગ્લાદેશ મોકલી છે.
આ અંગે રેલવે પ્રધાન પિયુષ ગોયલ દ્વારા પણ ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી છે કે, ધોરાજી રેલવે સ્ટેશનથી પ્રથમ વખત બાંગ્લાદેશ ડુંગળીનો નિકાસ થઈ રહ્યો છે.
રાજકોટ, પોરબંદર, જામનગર, જૂનાગઢ સહિતના જિલ્લામાંથી ખેડૂતો દ્વારા 1500 મેટ્રિક ટન ડુંગળી 47 લાખના ભાડા સાથે બાંગ્લાદેશ મોકલવામાં આવી છે, ત્યારે હજૂ પણ 3થી 4 લાખ મણ ડુંગળી સ્ટોકમાં પડી છે, જે બગડી રહી છે.
બાંગ્લાદેશ ડુંગળી મોકલનારા ખેડૂતોએ 42 વેગનની જગ્યાએ 20 વેગન આપવા અંગે અને સ્ટોકમાં પડેલી ડુંગળી ખરીદવા અંગે સરકાર પાસે માગ કરી છે.
ધોરાજી રેલવે સ્ટેશનથી ડુંગળીની ગુડ્સ ટ્રેન બાંગ્લાદેશ મોકલવામાં આવી