રાજકોટઃ રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં રવિવારે કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ સામે આવ્યો છે. સંક્રમિત માણસ રજકોટના મુંજકા ગામનો રહેવાસી છે. તાજેતરમાં જ તે ફ્રાન્સના પ્રવાસેથી પરત ફર્યો છે. ગઈકાલે આ યુવાનનો રિપોર્ટ હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. જે રિપોર્ટ જાહેર થતાં પોઝિટિવ નોંધાયો છે.
રાજકોટ ગ્રામીણ વિસ્તારમાં નોંધાયો કોરોનાનો પ્રથમ કેસ, જિલ્લામાં કુલ 9 કેસ થયા - કોરોનાવાઈરસ ન્યૂજ
સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વધતો જાય છે. હજારો લોકો કોરોના વાઈરસને લીધે મોતને ભેટ્યા છે. ભારતમા પણ સંક્રમિત સંખ્યાનો આંકડો 1000ને પાર પહોંચ્યો છે. રાજકોટના મુંજકામાં પણ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે.
rajkot
યુવાનના કેસની સાથે રાજકોટમાં અત્યાર સુધીમાં કુલ 9 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ઉલ્લેખનિય છે, રાજકોટમાં કુલ 13 જેટલા શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ લેવામાં આવ્યા હતા. જે તમામ નેગેટિવ જાહેર થયા છે. જ્યારે શનિવારે લીધેલા 36 વર્ષના યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.