- અહેમદ પટેલની બેઠક પર અઢી વર્ષ જ્યારે અભય ભારદ્વાજની બેઠક પર સાડા પાંચ વર્ષ જેટલો સમય બાકી હતો
- ખાલી પડેલી બે માંથી એક બેઠક માટે ફરી રાજકોટમાંથી બે ઉમેદવારોની ચર્ચા
- અભય ભારદ્વાજના નાનાભાઈ નીતિન ભારદ્વાજના નામની અટકળો
રાજકોટ: ગુજરાતમાં રાજ્યસભાના બે દિગ્ગજ સાંસદોનું નિધન થતા હવે બે બેઠકો ખાલી થઈ છે. જેમાં અગાઉ રાજકોટમાંથી મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અંગત મિત્ર એવા અભય ભારદ્વાજની જગ્યાએ તેમના નાના ભાઈ નીતિન ભારદ્વાજને ઉમેદવાર બનાવી શકાય તેવી શક્યતાઓ સામે આવી રહી છે. જો ખરેખર નીતિન ભારદ્વાજને ઉમેદવાર બનાવવામાં આવે તો એક બેઠક સૌરાષ્ટ્રના ફાળે આવે તેવી પ્રબળ શક્યતાઓ માનવામાં આવી રહી છે.
રાજ્યસભાની બેઠક માટે રાજકોટમાંથી બે નામોની ચર્ચા
રાજ્યસભાનાની ખાલી પડેલી બે બેઠકોમાંથી એક બેઠક માટે અભય ભારદ્વાજના નાનાભાઈ નીતિન ભારદ્વાજ ઉપરાંત રાજકોટમાંથી જ વધુ એક નામ પણ સામે આવ્યું છે. જેમાં જ્યોતિન્દ્ર મહેતાનો સમાવેશ થાય છે. જ્યોતિન્દ્ર મહેતા પણ વિજય રૂપાણીના મિત્ર છે. તો બીજી તરફ બક્ષીપંચ અથવા અનુસૂચિત જાતિના ઉમેદવારને પણ બેઠક ફાળવાય તેવી શક્યતાઓ છે.
ભારદ્વાજને ઉમેદવાર બનાવવામાં પણ સીએમનો મહત્વનો રોલ