રાજકોટઃ રાજકોટમાં છેલ્લા સાત દિવસથી સતત કોરોનાના પોઝિટિવ કેસ જોવા મળી રહ્યાં છે. આજે પણ એક દર્દીનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર ફરી એકવાર દોડતું થયું છે.
રાજકોટમાં સતત સાતમાં દિવસે પણ કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યો - રાજકોટ કોરોનાવાઈરસ ન્યૂઝ
રાજકોટમાં છેલ્લા સાત દિવસથી સતત કોરોનાના પોઝિટિવ કેસ જોવા મળી રહ્યાં છે. આજે પણ એક દર્દીનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર ફરી એકવાર દોડતું થયું છે. હાલ જિલ્લામાં કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા 11 છે.
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા 41 વર્ષના પુરૂષ દર્દીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ દર્દીની હાલ આરોગ્ય વિભાગ દ્વારા ટ્રાવેલિંગ હિસ્ટ્રી જાણવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જો કે આ દર્દી રાજકોટના પૂર્વ મેયર ડો. જૈમીન ઉપાધ્યાયને ત્યાં સારવાર અર્થે ગયો હોવાનું પણ પ્રાથમિક વિગતોમાં જાણવા મળ્યું છે. જેને લઈને પૂર્વ મેયર અને તેમનો પુત્ર હાલ કોરેન્ટાઈનમાં છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ રાજ્યનો પ્રથમ કોરોનાનો દર્દી રાજકોટના જંગલેશ્વર વિસ્તારનો જ હતો. આજે ફરી એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા રાજકોટમાં કોરોના પ્રભાવિત લોકોની સંખ્યા 10 પર પહોંચી છે. જ્યારે એક કેસ રાજકોટ ગ્રામ્ય વિસ્તારનો છે. એટલે હાલ જિલ્લામાં કોરોના પ્રભાવિત દર્દીઓનો કુલ આંકડો 11 છે.