ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં કોરોનાનો વધુ એક કેસ પોઝિટિવ આવ્યો, કુલ આંકડો 10 થયો - કોરોનાવાઈરસ ન્યૂજ

રાજકોટમાં સોમવારે વધુ એક કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જેમાં 28 વર્ષના યુવકનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે પોઝિટિવ કેસની સંખ્યા 10 થઈ છે.

coronavirus
coronavirus

By

Published : Mar 30, 2020, 11:23 PM IST

રાજકોટઃ રાજકોટમાં આજે વધુ એક કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જેમાં 28 વર્ષના યુવકનો આજે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે પોઝિટિવ કેસની સંખ્યા 10 થઈ છે.

આ દર્દી અમદાવાદમાં જોબ કરે છે. તેમજ તે ગત તા.20મી માર્ચે અમદાવાદથી રાજકોટ આવ્યો હતો અને તેને તા. 25 માર્ચથી લક્ષણો દેખાવાના શરૂ થયા હતા. જેને લઈને તેણે એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે આ યુવકનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

કોરોના પોઝિટિવના દર્દીના સંપર્કમાં આવતા ઇન્ફેક્શન લાગ્યું હોવાનું રાજકોટ મનપાનું આરોગ વિભાગ જણાવી રહ્યું છે. આજના કેસની સાતગે રાજકોટમાં કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા 10 જેટલી થઈ ગઈ છે. તેમજ રાજકોટમાં દાખલ તમામ દર્દીઓની સ્થિતિ હાલ સારી હોવાનું પણ આરોગ્ય વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details