રાજકોટ : કોરોના કાળમાં ડૉક્ટર રાત દિવસ જોયા વગર લોકોની સેવામાં જોડાયેલા છેસ પણ ઘણા લોકો કોરોના મહામારી વચ્ચે પણ માનવતાને નેવે મૂકીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે. રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગૃપને વધુ એક સફળતા મળી છે. જેમાં કોરોના મહામારી દરમિયાન સ્પેશિયલ ગૃપ દ્વારા બોગસ ડૉક્ટર ( Bogus Doctor )ને ઝડપી લેવામાં આવ્યો છે.
હિરેન કાનાબાર નામનો બોગસ ડૉક્ટર ઝડપાયો આ પણ વાંચો -રાજકોટમાંથી વધુ એકBogus Doctorઝડપાયો
ઇન્જેક્શન, મેડિકલના સાધનો તેમજ દવાઓનો જથ્થો રાજકોટ પોલીસે કબ્જે કર્યો
ગત બે વર્ષથી રાજકોટના મોરબી રોડ પર આવેલા જકાતનાકા નજીક ક્લિનિક ખોલીને આ બોગસ ડૉક્ટર ( Bogus Doctor ) લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરતો હતો. જેને રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગૃપ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. આ બોગસ ડૉક્ટર ( Bogus Doctor ) પાસેથી ઇન્જેક્શન, મેડિકલના સાધનો તેમજ દવાઓનો જથ્થો રાજકોટ પોલીસે કબ્જે કર્યો છે. તેમજ શખ્સની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
રઘુવંશી ક્લિનિક નામનું ખાનગી દવાખાનું ચલાવતો હતો બોગર ડૉક્ટર આ પણ વાંચો -કોરોનાગ્રસ્તBogus Doctorસામે જન આરોગ્ય સાથે ચેડા કરવાનો ગુનો નોંધાયો
આ પહેલા હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે કરતો હતો નોકરી
રાજકોટ SOGએ બાતમીના આધારે મોરબી રોડ પર રઘુવંશી ક્લિનિક નામનું ખાનગી દવાખાનું ચલાવતા બોગસ ડૉક્ટર ( Bogus Doctor ) હિરેન કાનાબાર નામના શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. આ બોગસ ડૉક્ટર ( Bogus Doctor ) માત્ર 10 ધોરણ પાસ છે. આ અગાઉ તે વિવિધ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરી ચૂક્યો છે. જે રાજકોટમાં મોરબી રોડ પર છેલ્લા 2 વર્ષથી કોઈપણ જાતની મેડિકલ ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરી રહ્યો હતો. જેને રાજકોટ SOG દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. આ બોગસ ડૉક્ટર ( Bogus Doctor ) પાસેથી રાજકોટ SOGએ દવાઓ, ઇન્જેક્શન, મેડીકલ સાધનો સહિતના કુલ રૂપિયા 19 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. હાલ આ શખ્સની વધુ તપાસ રાજકોટ બી ડિવિઝન પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.
રઘુવંશી ક્લિનિક નામનું ખાનગી દવાખાનું ચલાવતો હતો બોગર ડૉક્ટર આ પણ વાંચો -ખેડામાં માત્ર 12 પાસBogus Doctorઝડપાયો, 8 વર્ષથી ચલાવતો હતો દવાખાનું