- આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો જન્મ દિવસ
- રૂપાણી પહોંચ્યા વજુબાપાને મળવા
- રાજકોટમાં અનેક કાર્યક્રમનો કરશે લોકાર્પણ
રાજકોટ: રાજ્યના મુખ્યપ્રધાન અને રાજકોટના પનોતા પુત્ર એવા વિજય રૂપાણી(Chief Minister Vijay Rupani)નો આજે (સોમવારે) 65મો જન્મદિવસ છે. સીએમ રૂપાણી આજે પોતાની જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે રાજકોટની મુલાકાતે છે. આજે વહેલી સવારે તેઓએ ધ્યાન શંકર પ્રગટેશ્વસ મહાદેવના આશીર્વાદ મેળવીને દિવસની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેઓ કર્ણાટકના પૂર્વ ગવર્નર અને સંઘના પાયાના કાર્યકર્તા એવા વજુબાપાના આશીર્વાદ લેવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જ્યાં વજુબાપા સાથે તેઓએ મુલાકાત કરી હતી અને તેમના આશીર્વાદ પણ મેળવ્યા હતા. જ્યારે રાજકોટમાં વિજય રૂપાણીના આજે દસ જેટલા વિવિધ કાર્યક્રમો યોજાવાના છે. જેમાં તેઓ વિશેષ હાજરી આપવાના છે.
પીઢ નેતા હવે રાજકોટમાં હોય કાર્યકર્તાઓમાં ઉત્સાહ: સીએમ
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વજુભાઈ વાળા સાથે મુલાકાત બાદ મીડિયાને જણાવ્યું હતું કે વજુબાપાએ સંઘના પાયાના કાર્યકર્તા રહ્યા છે. ત્યારે અત્યાર સુધી તેઓએ કર્ણાટકનો પોતાના રાજ્યપાલનો કાર્યભાર સંભાળ્યો હતો હવે તે પૂર્ણ કરી વજુબાપા રાજકોટ આવ્યા છે. ત્યારે રાજકોટમાં હવે દિગ્ગજ નેતા રહેવાના કારણે હવે કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળશે. તેમજ વજુબાપા ભાજપના માર્ગદર્શક પણ બની રહેશે. સીએમ રૂપાણીએ વધૂમાં જણાવ્યું હતું કે વજુબાપાને વિવિધ સ્વરૂપમાં આપણે જોયા છે. ત્યારે તેઓ હવે સંગઠનમાં રહીને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે. વજુબાપા કોઈ દિવસ રિટાયર્ડ થયા નથી અને થશે પણ નહીં. તેવું વિજય રૂપાણીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : Happy Birthday CM Vijay Rupani : મુખ્યપ્રધાનનો આજે 66મો જન્મદિવસ, વજુબાપાના આશીર્વાદ લીધા