ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટનું Pradyumna Park Zoo શરૂ થયાંના પ્રથમ દિવસે જ 1700 લોકો ઉમટ્યાં - (Corona Guideline)

કોરોના મહામારીને (Corona Pandemic) કારણે દેશભરના પ્રાણી સંગ્રહાલય (Zoo) બંધ રાખવામાં આવ્યાં હતા. ત્યારે રાજકોટમાં આવેલું પ્રદ્યુમનપાર્ક ઝૂ (Pradyumna Park Zoo) પણ બે મહિના કરતાં વધુ સમય માટે બંધ રાખવામાં આવ્યું હતું. જ્યારે ગઈકાલે જ સરકારની ગાઈડલાઈન (Corona Guideline) પ્રમાણે રાજકોટનું પ્રદ્યુમન પાર્ક શરૂ કરવામાં આવ્યું છે.

રાજકોટનું Pradyumna Park Zoo શરૂ થયાંના પ્રથમ દિવસે જ 1700 લોકો ઉમટ્યાં
રાજકોટનું Pradyumna Park Zoo શરૂ થયાંના પ્રથમ દિવસે જ 1700 લોકો ઉમટ્યાં

By

Published : Jun 22, 2021, 5:42 PM IST

  • અનલોક રાજકોટમાં શહેરીઓ ફરવા નીકળવા લાગ્યાં
  • રાજકોટનું પ્રદ્યુમ્નપાર્ક ઝૂ શરૂ થયાંના પ્રથમ દિવસે જ 1700 લોકો ઉમટ્યાં
  • કોરોના ગાઈડલાઈનના ચુસ્ત અમલ સાથે ઝૂ ખુલ્યું

    રાજકોટઃ શહેરનું પ્રદ્યુમ્ન પાર્ક (Pradyumna Park Zoo) ઝૂ બે મહિના કરતા વધુ સમય બાદ ફરી શરૂ થતાં જ પ્રથમ દિવસે 1700 જેટલા સહેલાણીઓએ આ ઝૂની મુલાકાત લીધી હતી. પ્રદ્યુમન પાર્ક ઝૂ શરૂ થતાં જ હાલ અંદર પ્રવેશનાર વ્યક્તિની ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સનું પાલન, તેમજ સેનેટાઈઝર સહિત કોરોનાની ગાઇડલાઈનનું ((Corona Guideline)) ચુસ્તપણે પાલન કરવું પડશે.

    19 માર્ચથી મુલાકાતીઓ માટે ઝૂ બંધ હતું

    રાજકોટનું પ્રદ્યુમન પાર્ક ઝૂ (Pradyumna Park Zoo) કોરોનાના કારણે બે મહિના કરતા વધુ સમય બંધ રહ્યા બાદ શરૂ કરવામાં આવતાં પ્રથમ દિવસે જ 1700 જેટલા લોકોએ ઝૂની (Zoo) મુલાકાત લીધી હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ મુલાકાતીઓના કારણે મહાનગરપાલિકાને (RMC) પ્રથમ દિવસે રૂા. 36000ની આવક થઈ હતી. કોરોના મહામારીના (Corona Pandemic) કારણે તા.19 માર્ચથી મુલાકાતીઓ માટે ઝૂ બંધ રાખવામાં આવેલ હતું. છેલ્લા કેટલાક દિવસથી કોરોના નિયંત્રણમાં હોવાથી અને સરકાર દ્વારા બાગબગીચા વગેરે ખોલી નાંખવાની મંજૂરી આપતા પ્રદ્યુમન પાર્ક ઝૂ ફરી શરૂ કરવામાં આવ્યું છે.

    ઝૂમાં જુદી જુદી 55 પ્રજાતિના કુલ 446 પ્રાણીપક્ષીઓ

    રાજકોટ પ્રદ્યુમ્ન પાર્ક ઝૂનો (Pradyumna Park Zoo) ટોટલ વિસ્તાર અંદાજીત 137 એકરમાં પથરાયેલ છે. જ્યારે અહીં નૈસર્ગિક વાતાવરણમાં પ્રાકૃતિક પર્યાવરણનો અહેસાસ પણ થાય છે. આ સાથે જ રાજકોટ (Zoo) માં હાલ જુદી જુદી 55 પ્રજાતિના કુલ 446 પ્રાણીઓ, પક્ષીઓને રાખવામાં આવ્યાં છે. આ સૌમાં એશિયાટિક લાયન અને સફેદ વાઘ એ અહીં મુલાકાતે આવનાર તમામનું આકર્ષણનું કેન્દ્ર છે. રાજકોટ ઝૂની (Zoo) મુલાકાતે આવનારા લોકોને સેનેટાઈઝ કરવામાં આવ્યાં હતાં. તેમજ થર્મલ ગનથી ટેમ્પરેચર માપવામાં આવ્યું હતું અને ત્યારબાદ જ પ્રવેશ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ દેવડીયા આંબરડી અને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય આજથી પ્રવાસીઓ માટે ખૂલશે


ઝૂમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહેશે- સુપ્રિટેન્ડેન્ટ

રાજકોટમાં પ્રદ્યુમ્ન પાર્ક ઝૂ (Pradyumna Park Zoo) શરૂ થઈ ગયું હોવા અંગેની માહિતી આપતા ઝૂના સુપ્રિટેન્ડેન્ટ આર.કે હીરપરાએ જણાવ્યું હતું કે પ્રદ્યુમન પાર્ક ઝૂ અંદાજિત 137 એકરમાં પથરાયેલું છે, એટલે ઝૂ (Zoo) ખાતે વિશાળ જગ્યા છે જેને લઇને અહીં મુલાકાતે આવતા લોકોમાં સોશિયલ ડિસ્ટન્સ પણ રહેશે. જ્યારે ઝૂમાં પ્રવેશતાની સાથે જ પ્રથમ મુલાકાતીઓનું ટેમ્પરેચર માપવામાં આવશે, તેમજ ફરજિયાત માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ પણ જરૂરી બનાવવામાં આવ્યો છે. આ સાથે જ સવારે 9 વાગ્યાથી સાંજે 5:30 સુધી મુલાકાતીઓને પ્રવેશ માટેની ટિકિટ આપવામાં આવશે.

આ પણ વાંચોઃ રાજકોટ ઝૂમાં સિંહણને સ્‍નેક બાઇટ બાદ તાત્કાલિક સારવાર મળતા તબિયતમાં સુધારો

ABOUT THE AUTHOR

...view details