ગુજરાત

gujarat

ETV Bharat / city

મહાશિવરાત્રીના દિવસે રાજકોટ મનપાને મળશે નવા મેયર સહિતના પદાધિકારીઓ - The Gujarat Government Gazette

રાજકોટ મહાનગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરની મૂદત ગત તારીખ 14-12-2020ના રોજ પૂર્ણ થઈ હતી. જેને લઈને ચૂંટણી પંચ દ્વારા તારીખ 21-2-2021ના રોજ મ્યુનિ. કોર્પોરેટરો માટેની ચૂંટણી હાથ ધરવામાં આવી હતી. જેની મતગણતરી તારીખ 23-2 ના રોજ કરાઈ હતી. મત ગણતરી હાથ ધરવામાં આવ્યા બાદ ચૂંટણી પંચ દ્વારા ચૂંટાયેલા ઉમેદવારોના નામ ધી ગુજરાત ગવર્નમેન્ટ ગેઝેટમાં પ્રસિધ્ધ કરવામાં આવ્યાં છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી બાદ ચુંટાયેલા ઉમેદવારોની પ્રથમ બેઠક મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા યોજવાની હોય છે. જે આગામી 11 તારીખના રોજ યોજાશે.

રાજકોટ મહાનગરપાલિકા
રાજકોટ મહાનગરપાલિકા

By

Published : Mar 4, 2021, 9:31 PM IST

  • નવા મેયર સહિતના પદાધિકારીઓની કરાશે નિમણુંક
  • મ્યુનિસિપલ કમિશ્નરે 18 વૉર્ડના 72 કોર્પોરેટરોની પ્રથમ બેઠક બોલાવી
  • ચૂંટાયેલા ઉમેદવારોની પ્રથમ બેઠક આગામી 11 તારીખના રોજ યોજાશે

રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં મત ગણતરી હાથ ધરવામાં આવ્યા બાદ ચૂંટાયેલા ઉમેદવારોની પ્રથમ બેઠક મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા યોજવાની હોય છે. જે આગામી 11 તારીખના રોજ યોજાશે. શહેરમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈ સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે હેતુથી મ્યુનિસિપલ કમિશ્નરે રાજકોટ શહેરના કુલ 18 વૉર્ડના 72 કોર્પોરેટરોની પ્રથમ બેઠક બોલાવી છે. જે આગામી તારિખ 11-3-2021ના રોજ શ્રી પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે યોજવાની છે. જેમાં રાજકોટ મનપાના મેયર, ડેપ્યુટી મેયરની ચૂંટણી તેમજ સ્ટેન્ડિંગ કમિટીના 12 સદસ્યઓની પણ નિમણુંક કરવામાં આવશે. આ બેઠક અંગેની જાણ રાજકોટમાં ચૂંટાયેલા તમામ નવા ઉમેદવારોને કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ રાજકોટમાં કોણ બનશે મેયર, પદ માટે 6 કોર્પોરેટરો વચ્ચે જામશે હરિફાઈ

72 માંથી ભાજપના 68 અને કોંગ્રેસના 4 કોર્પોરેટર

રાજકોટ મહાનગરપાલિકાની તાજેતરમાં જ ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. મનપાની 72 બેઠકમાંથી 68 બેઠક ભાજપે કબ્જે કરી છે. જ્યારે કોંગ્રેસને 4 બેઠક મળી છે. રાજકોટના કુલ 18 વૉર્ડમાંથી 17 વોર્ડમાં ભાજપના કોર્પોરેટરો ચૂંટાયા છે. જ્યારે વોર્ડ નંબર 15માં કોંગ્રેસની પેનલ એટલે કે, કોંગ્રેસના 4 કોર્પોરેટરો ચૂંટાયા છે.

ABOUT THE AUTHOR

...view details