- દક્ષિણ આફ્રિકાથી આવેલ પ્રવાસીઓમાં ઓમિક્રોનના લક્ષણો જોવા મળ્યા નથી
- રાજકોટમાં ઓમિક્રોન વાયરસને પગલે વહીવટીતંત્ર અને સિવિલ તંત્ર એલર્ટ
- રાજકોટ સિવિલ હોસ્પિટલ બહાર મુવેબલ હોસ્પિટલનુ આયોજન
રાજકોટઃહાલ વિશ્વમાં (new virus in world) ઓમિક્રોન વાયરસના (New Omicron virus) કેસ સામે આવી રહ્યા છે, ત્યારે ભારતમાં પણ હવે ઓમિક્રોન વાયરસે પગપેસારો કર્યો છે. જ્યારે રાજકોટ (corona virus in gujarat)શહેરમાં પણ બે ઓમિક્રોન વાઇરસના (Omicron Variant Rajkot) શંકાસ્પદ કેસ હોવાની વાત સામે આવી (Amicron Virus Suspected Cases) હતી.
Omicron Variant Rajkot: રાજકોટમાં ઓમિક્રોનના બે શંકાસ્પદ કેસ હોવાની વાત સામે આવી, કલેક્ટરનો ઈન્કાર ઓમિક્રોન વાયરસના લક્ષણો હજુ સુધી કોઈ દર્દીમાં જોવા મળ્યા નથી
રાજકોટ જિલ્લા કલેકટર મહેશ બાબુએ આ મામલે મીડિયા સાથેની વાતચીતમાં આવા કોઈ કેસ નહિ હોવાનુ જણાવ્યું હતું. ત્યારે તેમણે આ મામલે જણાવ્યું હતું કે હાલ એક દર્દી જે રાજકોટના જ છે તેઓ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે, પરંતુ હજુ સુધી તેમને નવા વાઇરસના કોઈ લક્ષણ જોવા મળ્યા નથી, જરૂર જણાશે તો તેમના ટેસ્ટના સેમ્પલ લઇને પૂના ખાતે લેબોરેટરીમાં મોકલવામાં આવશે. હાલ રાજકોટમાં કોઈપણ પ્રકારના ઓમિક્રોન વાયરસના લક્ષણો હજુ સુધી કોઈ દર્દીમાં જોવા મળ્યા નથી.
આ પણ વાંચો:વિશ્વ સ્વાસ્થ સંગઠન દ્વારા 'ઓમીક્રોન'નું નામકરણ
આફ્રિકાથી ત્રણથી ચાર પ્રવાસીઓ આવ્યા
રાજકોટ જિલ્લા કલેકટર મહેશ બાબુએ મીડિયા સાથેની વાતચીતમાં વધુમાં જણાવ્યું હતું કે, દક્ષિણ આફ્રિકાથી 3થી 4 પ્રવાસીઓ આવ્યા છે, પરંતુ તે કોઈનામા હજુ સુધી નવા વાઇરસના લક્ષણો જોવા મળ્યા નથી. સરકાર દ્વારા જે પણ પ્રવાસીઓનું લિસ્ટ મોકલવામાં આવ્યું છે, તે તમામ લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે અને તેમને હાલ હોમ કોરન્ટાઈન કરવામાં આવ્યા છે. રાજકોટમાં નવા ઓમિક્રોન વાયરસને પગલે વહીવટીતંત્ર અને સિવિલ તંત્ર પણ એલર્ટ (Administration and Civil Alert) છે અને આ મામલે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:Gujarat corona update: કોરોનાના નવા વેરિયન્ટના ખોફ વચ્ચે જાણો આજે રાજ્યમાં કેટલા કેસ નોંધાયા
મુવેબલ હોસ્પિટલ પણ તૈયાર કરવામાં આવી
રાજકોટમાં નવા ઓમિક્રોન વાયરસને પગલે રાજકોટ સિવિલ તંત્ર પણ એલર્ટ થયું છે. હાલ સિવિલ હોસ્પિટલ બહાર ચૌધરીના હાઇસ્કુલ ગ્રાઉન્ડ ખાતે રાજ્યની પ્રથમ મુવેબલ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી રહી છે, જે ગણતરીના દિવસોમાં તૈયાર થઈ જશે. આ મુવેબલ હોસ્પિટલમાં 100 બેડની વ્યવસ્થા હશે, એટલે કે કોઈ પણ મેડિકલ ઈમરજન્સી આવે ત્યારે તાત્કાલિક આ હોસ્પિટલનો ઉપયોગ કરી શકાશે. જોકે રાજકોટમાં બે ઓમિક્રોન વાઈરસના શંકાસ્પદ કેસને લઈને વહીવટીતંત્ર દ્વારા ઇનકાર કરવામાં આવ્યો હતો.