- ઓમીક્રોન વધશે તો રાજકોટ AIIMSમાં પણ સારવાર શરૂ કરાશે
- ઓમીક્રોનથી ભયભીત થવાની જરૂર નથી: AIIMS ડાયરેક્ટર
- ડિસેમ્બર અંત સુધીમાં રાજકોટ AIIMSમાં OPD શરૂ કરવાની તૈયારીઓ
રાજકોટ: હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાના નવા સ્વરૂપ એવા ઓમીક્રોને (New Omicron Variant ) હાહાકાર (south africa corona new variant) મચાવ્યો છે, ત્યારે હવે ગુજરાતમાં (omicron variant in gujarat)પણ ઓમીક્રોનનો એક કેસ જામનગર ખાતે જોવા મળ્યો છે, જેને લઈને રાજ્યના વિવિધ જિલ્લાઓ એલર્ટ થયા છે, તેમજ જો આ ઓમીક્રોનના કેસ વધુ પ્રમાણમાં આવે તો ક્યાં પ્રકારની વ્યવસ્થા ગોઠવવી તેમજ લોકોને કેવી રીતે સારવાર આપી શકાય તે માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજકોટમાં પણ ઓમીક્રોન વેરિઅન્ટને (Omicron Variant In Rajkot)પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બેઠક યોજવામાં આવી હતી અને જિલ્લાની હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન, દવાઓ સહિતની બાબતોની સમીક્ષા કરવામાં આવી હતી. જ્યારે ઓમીક્રોનનો ખતરો વધશે તો રાજકોટ AIIMS પણ આ નવા વેરિઅન્ટ સાથે લડવા માટે ઉતરશે.
ઓમીક્રોનથી ભયભીત થવાની જરૂર નથી: AIIMS ડાયરેક્ટર
કોરોનાના નવા સ્વરૂપ એવા ઓમીક્રોન મામલે રાજકોટ AIIMSના (All India Institute of Medical Sciences) ડાયરેક્ટર ડો. CDS કચોટે જણાવ્યું હતું કે, હાલમાં નવા આવેલા ઓમીક્રોન વેરિઅન્ટથી ડરવાની જરુર નથી, પરંતુ તેની સામે લડવા માટે સાવચેતી જરૂરી છે. અગાઉના વેરિઅન્ટમાં 1 વ્યક્તિ ત્રણ લોકોને ચેપ લગાડતો હતો, જ્યારે ઓમીક્રોનમાં 1 વ્યક્તિ 10ને ચેપ લગાડી શકે છે, પરંતુ ઓમીક્રોન હજુ એટલો ઘાતક સાબિત થયો નથી. અગાઉ કોરોનાની પહેલી અને બીજી લહેર દરમિયાન આલ્ફા વેરિયન્ટ આવ્યો, પછી બીટા, ગામા અને ડેલ્ટા વેરિયન્ટ આવ્યા છે, ધીરે ધીરે જતા પણ રહ્યા હતા હાલમાં સૌથી સક્રિય વેરિયન્ટ ડેલ્ટા છે.