ગુજરાત

gujarat

ETV Bharat / city

Omicron variant alert in Rajkot : વધતા ઓમિક્રોનના કેસ વચ્ચે રાજકોટ બસસ્ટેન્ડમાં પ્રવાસીઓ બેફામ - રાજકોટ ઓમિક્રોન વેરિયન્ટ એલર્ટ

જામનગરમાં ઓમિક્રોનના ત્રણ કેસ આવ્યા છે. ત્યારે જામનગરથી રાજકોટ માત્ર ગણતરીના જ કિલોમીટર દૂર છે. એવામાં રાજકોટમાં (Omicron variant in Rajkot ) દરરોજ સૌરાષ્ટ્રભરમાંથી હજારો પ્રવાસી રાજકોટ બસ સ્ટેશન ખાતે આવીને અન્ય સ્થળોએ જાય છે. ત્યારે ETV BHARAT દ્વારા આ બસ સ્ટેન્ડની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં જોવા મળ્યું હતું કે પ્રવાસીઓ જાણે કોરોના પૂર્ણ થઈ ગયો હોય તેવી રીતે બેફિકર પ્રવાસ કરી રહ્યા છે. કોર્પોરેશન આ સંદર્ભે એલર્ટ (RMC Health Department) હોવાનું જણાવે છે.

Omicron variant alert in Rajkot : વધતા ઓમિક્રોનના કેસ વચ્ચે રાજકોટ બસસ્ટેન્ડમાં પ્રવાસીઓ બેફામ
Omicron variant alert in Rajkot : વધતા ઓમિક્રોનના કેસ વચ્ચે રાજકોટ બસસ્ટેન્ડમાં પ્રવાસીઓ બેફામ

By

Published : Dec 15, 2021, 1:30 PM IST

  • ઓમિક્રોનના વધતા કેસો વચ્ચે લોકો બેફિકર
  • વધતા એમીક્રોનના કેસ વચ્ચે રાજકોટ બસસ્ટેન્ડમાં પ્રવાસીઓ બેફામ
  • રોજના હજારો લોકોની અવરજવર રહે છે

રાજકોટઃ ઘણા બધા પ્રવાસીઓએ માસ્ક પણ નથી પહેર્યા અને સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ છે. આ પ્રકારની બેદરકારીના કારણે રાજકોટમાં પણ ભવિષ્યમાં ઓમિક્રોનના કેસ આવવાની (Omicron variant in Rajkot )શક્યતાઓ છે.

બસ સ્ટેશનમાં મુસાફરો બેફિકર

રાજકોટને સૌરાષ્ટ્રનું પાટનગર માનવામાં આવે છે એવામાં અહીં દરરોજ હજારોની સંખ્યામાં સૌરાષ્ટ્રભરમાંથી અલગ અલગ જિલ્લાના લોકો નાના મોટા કામ માટે આવતા જતા હોય છે. એવામાં જામનગર ખાતે કોરોનાના નવા વેરિયન્ટ એવા ઓમિક્રોનના 3 કેસ આવ્યા છે. એવામાં રાજકોટથી જામનગર માત્ર ગણતરીના કલાકો દૂર થાય છે. જો કે આ અંગે રાજકોટમાં તંત્ર પણ બેદરકાર હોય (Omicron variant in Rajkot )તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બસ સ્ટેન્ડમાં આવતા પ્રવાસીઓનું સ્ક્રીનીંગ કે ટેસ્ટિંગ કરવામાં (RMC Health Department) નથી આવી રહ્યું. જ્યારે લોકો પણ પોતે કાળજી લેવાનું ભૂલ્યા છે.

દરરોજ સૌરાષ્ટ્રભરમાંથી હજારો પ્રવાસી રાજકોટ બસ સ્ટેશન ખાતે આવીને અન્ય સ્થળોએ જાય છે
મુસાફરો અંગે મેયરનો લુલો બચાવરાજકોટ બસસ્ટેન્ડમાં પ્રવાસીઓ બેફામ બન્યા છે. એવામાં આ અંગે મેયર ડો. પ્રદીપ ડવે મીડિયા (RMC Health Department) સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ રાજકોટમાં બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને એરપોર્ટ ખાતે આવતા પ્રવાસીઓનું સ્ક્રીનીંગ અને જરૂર જણાય તો (Omicron variant in Rajkot ) ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. એવામાં જો પ્રવાસીઓ ટેસ્ટિંગ કરાવવા ન ઇચ્છતા હોય તો આરોગ્યની ટીમ દ્વારા ટેસ્ટિંગ કરવામાં આવતું નથી પરંતુ મનપા દ્વારા રાજકોટ શહેરમાં પ્રવેશતા તમામનું સ્ક્રીનીંગ કરી રહી છે. વિદેશમાંથી 190 જેટલા લોકો આવ્યાં મેયરે વધુમાં જણાવ્યું હતું કે રાજકોટ એરપોર્ટ પર આવતા (RMC Health Department) વિદેશી પ્રવાસીઓના RTPCR રિપોર્ટ ચેકિંગ કરવામાં આવે છે. જ્યારે રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં 190 કરતા વધુ પ્રવાસીઓ અન્ય દેશોમાંથી આવ્યા છે. આ તમામના ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે તેમજ રાજકોટમાં હજુ સુધી ઓમિક્રોનનો એક પણ કેસ નોંધાયો નથી. જો કે રાજકોટમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન મામલે મનપા તંત્ર એલર્ટ (Omicron variant in Rajkot ) છે અને અલગ અલગ વિસ્તારમાં સઘન કામગીરી કરી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details