ગુજરાત

gujarat

ETV Bharat / city

Rajkot: ધો 9થી 11ના 1 લાખથી વધુ વિદ્યાર્થીઓનું શરૂ ઓફલાઇન શિક્ષણ - Started offline education of more than 1 lakh students

કોરોનાની મહામારી વચ્ચે વિદ્યાર્થીઓનો અભ્યાસ ના બગડે તે માટે ઓનલાઇન શિક્ષણ(Offline education) શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારે હવે કોરોના(Corona)ની બીજી લહેરની અસર ઓછી થઇ ગયા બાદ શિક્ષણ કાર્ય ફરી ઓફલાઇન કરવાનો વિચાર કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં 26 જુલાઇથી ઓફલાઇન શિક્ષણ(Offline education)ની જાહેરાત કરાઇ હતી, ત્યારે રાજકોટમાં આજથી ખાનગી અને સરકારી શાળાઓના ધો-9થી 11ના વિદ્યાર્થીઓનું ઓફલાઇન શિક્ષણ શરૂ કરાયું છે.

ધો 9થી 11ના 1 લાખથી વધુ વિદ્યાર્થીઓનું ઓફલાઇન શિક્ષણ શરૂ
ધો 9થી 11ના 1 લાખથી વધુ વિદ્યાર્થીઓનું ઓફલાઇન શિક્ષણ શરૂ

By

Published : Jul 26, 2021, 7:45 PM IST

  • પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક શિક્ષણ મેળવવા શાળાએ આવ્યા
  • ધોરણ 9થી 11ના વિદ્યાર્થીઓનું ઓફલાઇન શિક્ષણ(Offline education)શરૂ કરવામાં આવ્યું છે
  • કોરોનાની ગાઇડલાઇનને અનુસરીને શરૂ કરાયું શિક્ષણ કાર્ય

રાજકોટ: ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં આજથી એટલે કે 26 જુલાઈથી ઓફલાઇન શિક્ષણ(Offline education)ની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં આજથી વિવિધ ખાનગી અને સરકારી શાળાઓ દ્વારા ધોરણ 9થી 11ના વિદ્યાર્થીઓનું ઓફલાઇન શિક્ષણ(Offline education) શરૂ કરવામાં આવ્યું છે. જેમાં આજથી પ્રથમ દિવસે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ઓફલાઇન શિક્ષણ મેળવવા માટે શાળાએ ઉમટી પડ્યા હતા.

ધો 9થી 11ના 1 લાખથી વધુ વિદ્યાર્થીઓનું ઓફલાઇન શિક્ષણ શરૂ

આ પણ વાંચો- પોરબંદરની સ્કૂલોમાં શિક્ષણ કાર્ય શરૂ કરાયું

શાળાને સેનિટાઇઝ કરવામાં આવી હતી

શાળા તંત્ર દ્વારા જ વિદ્યાર્થીઓ આવે તે અગાઉ જ શાળા, કલાસરૂમમાં બેઠક વ્યવસ્થા સહિતની વસ્તુઓને સેનિટાઇઝ કરવામાં આવી હતી. રાજકોટ શહેર અને જિલ્લામાં ધોરણ 9થી 11ના અંદાજીત 1લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેઓએ આજથી પ્રત્યક્ષ શિક્ષણ લેવાનું શરૂ કર્યું હતું.

રાજકોટમાં ધો 9થી 11ના 1 લાખથી વધુ વિદ્યાર્થીઓનું ઓફલાઇન શિક્ષણ શરૂ

900 જેટલી શાળાઓમાં 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ

રાજકોટ (Rajkot)શહેર અને જિલ્લામાં અંદાજીત 900 જેટલી ખાનગી અને સરકારી શાળાઓ આવેલી છે. આ શાળામાં ધોરણ 9થી 11માં અંદાજીત 1.30 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે, ત્યારે આજથી આ વિદ્યાર્થીઓનું ઓફલાઇન શિક્ષણ(Offline education) શરૂ કરવામાં આવ્યું છે. કોરોના (Corona)કાળ દરમિયાન લાંબા સમય બાદ ઓફલાઇન શિક્ષણ શરૂ થતાં વિદ્યાર્થીઓ અને શિક્ષક બન્નેમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે આજે પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શાળાએ અભ્યાસ માટે આવી પહોંચ્યા હતા.

કોરોનાના નિયમોનું ચુસ્તપણે કરવું પડશે પાલન

રાજ્ય સરકાર દ્વારા અગાઉ ધોરણ 12 અને કોલેજના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ખાનગી શાળાઓના સંચાલકો દ્વારા ધોરણ 9થી 11ના વર્ગો શરૂ કરવાની માગ કરવામાં આવી હતી. જેના પગલે રાજ્ય સરકાર દ્વારા આજથી એટલે કે 26 જુલાઈથી રાજ્યમાં ધોરણ 9થી 11ના વર્ગો ઓફલાઇન શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે, ત્યારે હવે રાજ્યમાં ધોરણ 9થી કોલેજ સુધીમાં અભ્યાસ ઓફલાઇન (Offline education)શરૂ થઈ ગયા છે અને કોરોના(Corona)ના નિયમનું પાલન કરીને શિક્ષણ કાર્ય શરૂ કરાયું હતું, સાથે કોરોનાની ગાઇડલાઇન અંગે પણ ચૂસ્ત પાલન કરવા અપીલ કરાઇ છે.

રાજકોટમાં ધો 9થી 11ના 1 લાખથી વધુ વિદ્યાર્થીઓનું ઓફલાઇન શિક્ષણ શરૂ

આ પણ વાંચો- ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ, વર્ગોને સેનેટાઇઝ કરાયા

વાલીઓએ કરી હતી સુરક્ષા કવચની માગ

હવે ઓફલાઇન શિક્ષણ શરૂ થઈ ગયું છે, ત્યારે વાલીઓ દ્વારા આવા કોરોના(Corona) કાળમાં ઓફલાઇન શિક્ષણ(Offline education) શરૂ કરવામાં આવતા જણાવવામાં આવ્યું હતું કે, જો અમારા બાળકોને કોરોના દરમિયાન કંઈ થશે તો તેની જવાબદારી કોણ લેશે તેમજ આ વિદ્યાર્થીઓને કંઈ થાય તો તેની સારવાર અંગેનો ખર્ચ પણ સરકાર દ્વારા જાહેરાત કરવાની માગ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details