- કેટલીક કોલેજો સામે વિદ્યાર્થીઓ સાથે ગેરરીતી થતી હોવાના આક્ષેપો થયા
- રાજકોટ NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો
- કોલેજો એડમિશન વખતે વિદ્યાર્થીઓના માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ લઈને પાછા નથી આપતી
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી સંલગ્ન કોલેજોમાં એડમિશન પ્રક્રિયા શરુ કરવામાં આવી છે ત્યારે કેટલીક કોલેજો સામે વિદ્યાર્થીઓ સાથે ગેરરીત થતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. કોલેજો એડમિશન વખતે વિદ્યાર્થીઓના માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ લઈને પાછા નથી આપતી. જેને લઈને રાજકોટ NSUI દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
NSUIની ટીમ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતીને આવેદન પાઠવ્યું આ પણ વાંચોઃખાનગી શાળાઓના ફીના નિર્ણયને લઈને રાજકોટ NSUI ફરી મેદાનમાં
NSUIની ટીમ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતીને આવેદન પાઠવ્યું
સૌરાષ્ટ્ર યુનિવર્સીટી સંલગ્ન કેટલીક કોલેજો વિદ્યાર્થીઓની માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ પોતાની પાસે રાખી વિદ્યાર્થીઓને દબાવવાની કોશિષ કરે છે. જે ગેરબંધારણીય છે. વિદ્યાર્થીઓની માર્કશીટ અને ડિગ્રી જેવા દસ્તાવેજો લઈને ફી વસુલ કરવાની કામગીરી કરે છે, જે યોગ્ય નથી. NSUIની ટીમ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતીને આવેદન પાઠવવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા આવી કોલેજો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે જેથી આ પ્રકારની પ્રવૃતિઓ બંધ થાય.
આ પણ વાંચોઃરાજકોટ NSUIએ ગુટલીબાજ અધ્યાપકોની હાજરી અંગે આવેદન પાઠવી માહિતી માગી