રાજકોટઃકમોસમી વરસાદને કારણે સૌરાષ્ટ્રના ખેડૂતો ચિંતામાં (Farmers in Saurashtra worried over unseasonal rains) મુકાયા છે. જ્યારે કમોસમી વરસાદના (Non-seasonal rainfall in Saurashtra) કારણે યાર્ડમાં પણ મગફળીના પાકને મોટા પ્રમાણમાં નુકશાન થયું હતું. એવામાં સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ખેતરોમાં ચણા અને જીરૂનો ઉભો પાક છે. જે પણ આ કમોસમી વરસાદને કારણે પલડી જાય તેવી ભીતિ છે. જ્યારે ખેડૂતો પણ કમોસમી વરસાદના કારણે ચિંતામાં મુકાયા છે.
ખેતરોમાં ચણા અને જીરુનો પાક ઉભો
સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ખેતરોમાં હાલ જીરું, ચણા, લસણ અને ડુંગળીનો પાક ઊભો છે. જેને હવે ખેતરમાંથી ઉતારવાની તૈયારી હતી. જ્યારે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. જે મુજબ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ખેતરમાં ઉગાડવામાં આવેલા ચણા અને જીરુના પાકને કમોસમી વરસાદના કારણે ભારે નુકસાની (Fear of crop failure due to unseasonal rains) જાય તેવી ભીતિ સર્જાઇ છે. જ્યારે ખેડૂત પણ મુશ્કેલીમાં મુકાયા છે કે આ પરિસ્થિતિમાં ખરેખર શું કરવું.