ગુજરાત

gujarat

ETV Bharat / city

સૌરાષ્ટ્ર યુનિ.ના ઈતિહાસ ભવનમાં નવું મ્યુઝિયમ બનશે, 5 હજાર વર્ષ જૂની મૂર્તિના થશે દર્શન

રાજકોટમાં વધુ એક મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈતિહાસ ભવનમાં આ નવું મ્યુઝિયમ નિર્માણ પામશે, જેમાં અતિ પ્રાચીન-દુર્લભ વસ્તુઓ એકઠી કરવામાં આવશે. અહીં પ્રાચીન સમયના સિક્કા, સિંધુ સંસ્કૃતિ વખતના રમકડાં, વાસણો, ઓજાર, આશરે 5 હજાર વર્ષ જૂની મૂર્તિઓ અને ઐતિહાસિક સિક્કાઓનો મોટા પ્રમાણમાં સંગ્રહ કરવામાં આવશે. લોકો જૂની સંસ્કૃતિથી પરિચિત થાય તે હેતુસર આ મ્યુઝિયમ બનાવવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિ.ના ઈતિહાસ ભવનમાં નવું મ્યુઝિયમ બનશે, 5 હજાર વર્ષ જૂની મૂર્તિના થશે દર્શન
સૌરાષ્ટ્ર યુનિ.ના ઈતિહાસ ભવનમાં નવું મ્યુઝિયમ બનશે, 5 હજાર વર્ષ જૂની મૂર્તિના થશે દર્શન

By

Published : Feb 2, 2021, 4:13 PM IST

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈતિહાસ ભવનમાં બનશે નવું મ્યુઝિયમ
  • વર્ષ 1966થી 1970ની ઘણી પ્રાચીન વસ્તુઓ મ્યુઝિયમમાં મુકાશે
  • સૌરાષ્ટ્ર યુનિ.ના પ્રથમ કુલપતિએ પણ દુર્લભ વસ્તુઓનો સંગ્રહ કર્યો હતો
    સૌરાષ્ટ્ર યુનિ.ના ઈતિહાસ ભવનમાં નવું મ્યુઝિયમ બનશે, 5 હજાર વર્ષ જૂની મૂર્તિના થશે દર્શન

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ ડોલરરાય માંકડ દ્વારા ઐતિહાસિક અને દુર્લભ વસ્તુઓનો સંગ્રહ પણ કરાયો હતો, જે હજી સુધી સાચવામાં આવ્યો છે. વર્ષ 1966થી 1970 દરમિયાનની અનેક પ્રાચીન વસ્તુઓ, સિક્કાઓ, મૂર્તિઓનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. આ તમામ વસ્તુઓ હવે આગામી દિવસોમાં નિર્માણ થનાર મ્યુઝિયમમાં મુકવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિ.ના ઈતિહાસ ભવનમાં નવું મ્યુઝિયમ બનશે, 5 હજાર વર્ષ જૂની મૂર્તિના થશે દર્શન
મ્યુઝિયમમાં મુખ્યત્વે આ વસ્તુઓ જોવા મળશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈતિહાસ ભવનમાં છઠ્ઠી સદીની ભગવાન વિષ્ણુની મૂર્તિ, 12મી સદીની સૂર્યની મૂર્તિ, 16મી સદીની વાસુદેવ (વેણુ-ગોપાલ)ની મૂર્તિઓ ચારણી સાહિત્યની હસ્તપ્રતો, તીર્થગોરો, બારોટના ચોપડા અહલ્યાબાઈના સમયના 1765થી 1795ના સિક્કાઓ, સયાજીરાવ ગાયકવાડના સમયના સિક્કાઓ, મુઘલકાળના અકબરના સમયનું ચલણ, જહાંગીરના સમયના સિક્કાઓ-ચલણ વિશ્વના 50થી વધુ દેશોના પ્રાચીન સિક્કાઓ, સિંધુ સંસ્કૃતિ વખતના માટીના રમકડાં, વાસણો, પ્રાચીન સમયની મૂર્તિઓ રાખવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details