- વેક્સિન જાગૃતિ અંગેની રાખડીઓએ મચાવી બજારમાં ધૂમ
- કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને બનાવાયેલી રાખડી આકર્ષણનું કેન્દ્ર
- રાજકોટના હીનલ રામાનુજે બનાવી વેક્સિન રાખડી
રાજકોટ: આગામી દિવસોમાં દેશમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે. એવામાં હજુ પણ દેશમાંથી કોરોનાની મહામારી ગઈ નથી અને રક્ષાબંધન સહિતના તહેવારો આવી રહ્યા છે. ત્યારે ચાલુ વર્ષે કોરોનાને ધ્યાનમાં રાખી રાજકોટમાં કોરોના વેક્સિન જાગૃતિ અંગેની રાખડીઓ બજારમાં ધૂમ મચાવી રહી છે. કોરોનાની મહામારી દૂર કરવા એક માત્ર કોરોના વેક્સિન જ ઉપાય છે. ત્યારે રાજકોટમાં હીનલ રામાનુજ નામની મહિલા દ્વારા કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને અનોખી રાખડી તૈયાર કરવામાં આવી છે, જે હાલ આકર્ષણનું કેન્દ્ર બની છે. આગામી દિવસોમા આ અનોખી રાખડી રાજકોટની બજારોમાં ધૂમ માચાવશે.
આ પણ વાંચો- ઝારખંડની બજારોમાં આ વર્ષે ધુમ મચાવી રહી છે કોરોના ફ્રી રાખડી
કોરોનાની ધ્યાનમાં રાખીને બનાવાઈ વેક્સિન રાખડી
હીનલ રામનુજે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે કોરોનાની મહામારી હોવાના કારણે મેં આ કોરોના વેક્સિન જાગૃતિ અંગેની રાખડી બનાવી છે. જ્યારે લોકો વધુમાં વધુ કોરોના વેક્સિન લે અને કોરોનાને દેશમાંથી ભગાડવા માટે મેં આ થીમ પસંદ કરી છે. આ સિવાય વિવિધ બાળકોને ગમે તેવી રાખડીઓ બનાવી છે. હું આર્ટ અને ક્રાફ્ટની વસ્તુ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલી છું જેના કારણે આ હું દર વર્ષે આવી અલગ અલગ થીમ પર રાખડીઓ બનાવતી હોવ છું.