- કોરોના અંગે 1710 લોકોનો કરાયો સર્વે
- કોરોનાનો કલ્પનિક ભય વધુ અસરકારક
- અનેક કિસ્સાઓ આવ્યા ધ્યાનમાં
રાજકોટ: જ્યાં સુધી વાસ્તવિકતામાં જીવતો હોય છે. તે માનસિક સ્વસ્થ હોય છે. કોઈપણ બાબતનો સ્વીકાર કરી શકે છે અને તેની સામે લડી શકે છે, પરંતુ જ્યારે કલ્પનિક ભયમાં રહે છે, તો તેની બહુ ઉંડી નકારાત્મક અસર પડતી હોય છે. કોરોના વિશેનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણ તથા ડો. ધારા દોશી દ્વારા કરવામાં આવ્યું છે.
કોરોના કરતા તેનો કલ્પનિક ભય વધુ ગંભીર
કોરોના કરતા તેનો કલ્પનિક ભય, તેના વિશેના ફોટાઓ, વિડીયો, મૃત્યુના આંકડા, બીમારીઓ ફેલાવતા કે રુદન કરતા સ્ટેટ્સ અને ભયાનક દ્રશ્યો વગેરે બાબતો વધુ ભય ફેલાવે છે. 1710 લોકો પર એક સર્વે હાથ ધરવામાં આવ્યો કે, આ સમયમાં તમને કોરોનાનો ભય શા કારણે વધુ લાગ્યો...? આ સર્વેમાં 60 ટકા સ્ત્રીઓ અને 40 ટકા પુરુષોએ ભાગ લીધો હતો. સર્વેના તારણો નીચે મુજબ છે. વિવિધ પ્લેટફોર્મ પર જે મૃત્યુના આંકડા આવતા તેણે સહુથી વધુ ભય ફેલાવ્યો. 24.30 ટકાએ સ્વીકાર્યું કે જે સતત મૃત્યુના આંકડા અને તે આંકડાઓમાં જે રોજ વધારો થતો એ જોઈ સહુથી વધુ ભય લાગ્યો હતો.
આ પણ વાંચો:દિલ્હીમાં કોરોના સંક્રમણની બીજી લહેરમાં 100 ડૉક્ટરના મોત
22.10 ટકા લોકોએ સ્વીકાર્યું કે સોશિયલ મીડિયામાં નકારાત્મક પોસ્ટ જોઈને લાગ્યો ડર
કિસ્સો:1
‘મારા-પિતા સતત એમ જ રટણ કરે છે કે, હવે જે મૃત્યુના આંકડાઓ વધે છે તે જોઈ એ એમ જ બોલે છે કે, હવે આ આંકડાઓમાં મારો સમાવેશ થશે. કેમ કે આ આંકડાઓ રોજ વધતા જાય છે અને તેમાં ક્યારે વારો આવી જાય કોને ખબર’ 22.10 ટકા લોકોએ સ્વીકાર્યું કે સોશિયલ મીડિયામાં નકારાત્મક પોસ્ટ, ફોટાઓ, સ્ટેટ્સ, વિડીયો જોઈ ભય લાગતો. ખાસ કરી જે લોકો સ્મશાનના ફોટા, કોઈના મૃત્યુના ફોટા, કોઈની ગંભીર હાલત હોય એ ફોટા, કોઈ માતમ મનાવતું હોય એવા ફોટાઓ મુકતા ત્યારે ખૂબ ભય લાગતો.
19.10 ટકા લોકો એમ્બ્યુલન્સની વેઇટિંગના ફોટા અને સ્મશાનના ફોટા જોઇને લાગ્યો ડર
કિસ્સો: 2
એક નર્સ સ્ટાફ જે સતત કોવિડ ડ્યુટી કરતી તેને ભય નહોતો પણ હમણાંથી જે એમ્બ્યુલન્સની વેઇટિંગના ફોટા અને સ્મશાનના ફોટા જોયા એ જોઈ બીક લાગી અને તબિયત બગડતા કોવિડ ટેસ્ટ કરાવ્યો. જે પોઝિટિવ આવ્યો હતો. 19.10 ટકા લોકોએ જણાવ્યું કે, જ્યારે જ્યારે સાંભળ્યું કે હવે હોસ્પિટલમાં બેડ નથી કે ઓક્સિજન અભાવ છે ત્યારે ભય લાગ્યોના વિચારો આવતા કે જો આપણને કંઈક થશે તો શું કરીશું? ક્યારેક ખૂબ પેનિક થઈ જવાતું જેથી મન પર નિયંત્રણ ન રહેતું.
આ પણ વાંચો:સરકારે કોરોનાની જાદુઈ દવા પર કેમ લગાવ્યો પ્રતિબંધ ?