ગુજરાત

gujarat

ETV Bharat / city

નેકની ટીમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કરશે નિરીક્ષણ, મરાઠાવાડ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ સહિત 6 સભ્યો આવશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ત્રણ દિવસ માટે નેશનલ અસેસમેન્ટ એન્ડ એક્રેડિએશન કાઉન્સિલની ટીમ નિરીક્ષણ અર્થે આવી રહી છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. છેલ્લા કેટલાય સમયથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો A+ ગ્રેડ છીનવાયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સતાધિશોને A+ ગ્રેડ પરત મેળવવાના ઓરતાં જાગ્યા છે.

નેકની ટીમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કરશે નિરીક્ષણ
નેકની ટીમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કરશે નિરીક્ષણ

By

Published : Feb 17, 2021, 11:09 PM IST

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું થશે નિરીક્ષણ
  • નેકની ટીમ કરશે નિરીક્ષણ
  • સતાધિશોને જાગ્યા ગ્રેડ A+ મેળવવાના અરમાનો

રાજકોટ: 18 ફેબ્રુઆરીથી નેકની ટીમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ઇન્સ્પેક્શન શરૂ કરશે. ત્યારે નેકની ટીમના પૂર્વ કુલપતિ સહિત છ સભ્યો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ઇન્સ્પેક્શન શરૂ કરશે. જ્યારે નેકની ટીમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવશે ત્યારે તેમને 'ગાર્ડ ઓફ ઓનર' આપવામાં આવશે.

વિજય દેસાણી, ઉપ કુલપતિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને A+ ગ્રેડ મળશે કે કેમ...?

નેકની ટીમ આવતી હોવાથી ટિચિંગ-નોન ટિચિંગ સ્ટાફને સવારે સાત વાગ્યાથી લઈને સાંજે સાત વાગ્યા સુધી હાજર રહેવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ આદેશ કર્યો છે. ત્યારે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને પોતાનો A+ ગ્રેડ પરત મળે છે કે કેમ તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.

ABOUT THE AUTHOR

...view details